દિલ્હી,
ચકચારી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર સીબીઆઇના ખાસ જસ્ટીસ બી એચ લોયા અપમૃત્યુ કેસની તપાસ માંગતી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે. જસ્ટીસ બી એચ લોયાના મોતની તપાસ માંગતી અરજી સુપ્રિમ કોર્ટમાં થઇ હતી,જે બુધવારે ફગાવી દેવામાં આવી છે.અરજીમાં જસ્ટીસ લોયાના મોત અંગે એસઆઇટીની તપાસની માંગણી કરવામાં આવી હતી.
આ અરજી અંગે ચીફ જસ્ટીસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી બેન્ચે કહ્યું કે આ મામલે થયેલી જાહેર હીતની અરજીઓનો કોઇ આધાર નથી.
ઉલ્લેખનીય છે. કે સીબીઆઇના જસ્ટીસ લોયા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને ગુજરાતના અનેક પોલિસ અધિકારીઓની સંડોવણીવાળા સોહરાબુદીન કેસને મહારાષ્ટ્રમાં ચલાવતા હતા.
૨૦૦૫માં સોહરાબુદ્દીન શેખ અને તેમની પત્ની કૌસરને ગુજરાત પોલીસે અપહરણ કર્યા હતા અને હૈદરાબાદમાં થયેલી કથિત એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યા હતા. ત્યારે આ કેસમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહનું નામ પણ આ કેસ સાથે જોડાયું હતું.આ બહુચર્ચિત કેસની સુનાવણીને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી હતી આ દરમિયાન કેસની સુનાવણી જજ ઉત્પલ કરી રહ્યા હતા, જો કે એ પછી તેઓની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ જસ્ટિસ લોયા પાસે આ પીટીશન આવી હતી અને ડિસેમ્બર, ૨૦૧૪માં તેઓનું સંદિગ્ધ મોત થયું હતું અને બીજેપી અધ્યક્ષ અમિત શાહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
