આજે IPL 2026 ની 38મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી હતી. મેચ સુપર ઓવરમાં પહોંચી ગઈ હતી. સુપર ઓવરમાં કોલકાતાના નારાયણને જબરદસ્ત બોલિંગ નાખતા બે વિકેટ ઝડપતા લખનૌ ફક્ત એક જ રન બનાવી શક્યું હતું. કેકેઆરે ચોગ્ગો ફટકારી ચાર રન કરીને મેચ જીતી લીધી હતી.
સુપર ઓવરનો રોમાંચ
સુપર ઓવરમાં લખનૌના બેટ્સમેન પહેલા બેટિંગ કરવા આવ્યા. માર્કરામ અને નિકોલસ પૂરનને જવાબદારી સોંપવામાં આવી. સુનીલ નારાયણ બોલિંગ કરવા આવ્યા. નારાયણે પહેલા જ બોલ પર પૂરણને બોલ્ડ કર્યો. ત્યારબાદ કેપ્ટન ઋષભ પંત બેટિંગ કરવા આવ્યા. પંતે બીજા બોલ પર એક સિંગલ લીધો. નારાણે ત્રીજા બોલ પર માર્કરામને કેચ આઉટ કરાવ્યો. આનો અર્થ એ થયો કે લખનૌ સુપર ઓવરમાં ફક્ત 1 રન બનાવી શક્યું.
તેના જવાબમાં, KKR વતી રિંકુ સિંહ અને રોવમેન પોવેલ મેદાન પર આવ્યા. પ્રિન્સ યાદવ બોલિંગ કરવા આવ્યા. રિંકુએ પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને તેની ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો. આ KKRનો સતત બીજો વિજય છે, અને આ સાથે, KKR પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગયું છે. દરમિયાન, લખનૌ પાછળ પડી ગયું છે.
આ પહેલા બેટિંગ કરતા KKR એ 155 રન બનાવ્યા. જવાબમાં લખનૌને છેલ્લા બોલ પર સાત રનની જરૂર હતી. શમીએ છગ્ગો ફટકારતા મેચ સુપર ઓવરમાં ગઈ હતી. એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનૌએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રિંકુ સિંહના 83 રનની મદદથી KKR એ 155 રન બનાવ્યા
શમીએ છગ્ગો ફટકારીને મેચને સુપર ઓવરમાં મોકલી દીધી
લખનૌના 156 રનના જવાબમાં શરૂઆત નબળી રહી. મિશેલ માર્શ માત્ર 2 રન બનાવીને આઉટ થયો. જોકે, ઋષભ પંત અને માર્કરામ વચ્ચે સારી ભાગીદારી થઈ. જોકે, માર્શ 11મી ઓવરમાં આઉટ થયો. ત્યારબાદ પંત 13મી ઓવરમાં 42 રન બનાવીને આઉટ થયો. આ પછી, લખનૌનો ધબડકો થયો. પૂરણ પણ આ મેચમાં નિષ્ફળ ગયો અને 9 રન બનાવીને આઉટ થયો. આ પછી, હિંમત સિંહ અને બદોનીએ સારી ઇનિંગ રમી અને મેચને રોમાંચક બનાવી.
પરંતુ છેલ્લી ઓવરમાં લખનૌને જીતવા માટે 17 રનની જરૂર હતી. હિમ્મતે પોતાની વિકેટ ગુમાવી દીધી. જોકે, શમીએ આશા છોડી ન હતી. છેલ્લા બોલ પર 7 રનની જરૂર હતી, અને શમીએ છગ્ગો ફટકાર્યો, જેના કારણે મેચ સુપર ઓવરમાં પહોંચી ગઈ. આ IPL 2026 ની પહેલી સુપર ઓવર હતી.
રિંકુ સિંહે 83 રન બનાવ્યા
પહેલા બેટિંગ કરી રહેલા KKR ની શરૂઆત ખરાબ રહી. ટિમ સીફર્ટ પણ ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. રહાણેએ પણ માત્ર 10 રન બનાવ્યા. કેમેરોન ગ્રીને 34 રન બનાવ્યા, જ્યારે અંગક્રિશ, પોવેલ અને અનુકુલ રોય પણ ખરાબ રીતે નિષ્ફળ ગયા. જોકે, રિંકુ સિંહે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, 51 બોલમાં 83 રન બનાવ્યા. જેમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. KKR એ 7 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા.
કોલકાતા નાઈટ રાઈડર્સ (પ્લેઈંગ ઈલેવન): અજિંક્ય રહાણે, ટિમ સીફર્ટ, કેમરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.
લખનૌ સુપર જાયન્ટ્સ (પ્લેઇંગ ઇલેવન): એડન માર્કરામ, મિશેલ માર્શ, રિષભ પંત, નિકોલસ પૂરન, આયુષ બદોની, મુકુલ ચૌધરી, જ્યોર્જ લિન્ડે, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, મોહસીન ખાન.
