sports news/ અજીત અગરકર જ રહેશે ચીફ સિલેક્ટર, 2027 વર્લ્ડ કપ સુધી BCCI એ સોંપી મોટી જવાબદારી

BCCI એ ચીફ સિલેક્ટર અજીત અગરકરના કાર્યકાળને 2027 વનડે વર્લ્ડ કપ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. 3 ICC ટ્રોફી જીત્યા બાદ અગરકરના વિજયી રથ પર બોર્ડે ફરી ભરોસો મૂક્યો છે.

Trending Sports
BCCI

Ajit Agarkar BCCI Extension:  ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરના કાર્યકાળને લઈને BCCI એ એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. જૂન 2026 માં ખતમ થઈ રહેલા અગરકરના કોન્ટ્રાક્ટને હવે ICC વનડે વર્લ્ડ કપ 2027 સુધી લંબાવવાની પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. બોર્ડ તેમના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાને મળેલી અભૂતપૂર્વ સફળતાથી અત્યંત સંતુષ્ટ છે.

અગરકરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ જીતી 3 ICC ટ્રોફી

અજીત અગરકરનો કાર્યકાળ ભારતીય ક્રિકેટ માટે ‘ગોલ્ડન પીરિયડ’ સાબિત થયો છે. તેમના ચીફ સિલેક્ટર તરીકેના સમયગાળામાં ભારતનું પ્રદર્શન લાજવાબ રહ્યું છે:

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માં વિજય.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું ટાઈટલ જીત્યું.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં પણ ભારત ચેમ્પિયન બન્યું.

આ ઉપરાંત, ભારતે વનડે વર્લ્ડ કપ 2023 ના ફાઈનલ સુધીની સફર પણ ખેડી હતી. બોર્ડ માને છે કે ટીમની આ ‘ફિયરલેસ અપ્રોચ’ પાછળ અગરકરની સચોટ પસંદગી નીતિનો મોટો હાથ છે.

સ્મૂથ ટ્રાન્ઝિશન અને સાહસિક નિર્ણયો

સૂત્રોના જણાવ્યા અનુસાર, અગરકરના કાર્યકાળની સૌથી મોટી ખાસિયત ટીમમાં રહેલું ‘સ્મૂથ ટ્રાન્ઝિશન’ છે. સિનિયર ખેલાડીઓની વિદાય અને યુવા ખેલાડીઓને યોગ્ય સમયે તક આપીને તેમણે ટીમમાં અદભૂત સંતુલન જાળવી રાખ્યું છે. પસંદગી સમિતિએ લીધેલા અનેક સાહસિક નિર્ણયોએ ટીમ ઈન્ડિયાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે.

2027 વર્લ્ડ કપ પર BCCI ની નજર

BCCI હવે 2027 ના વનડે વર્લ્ડ કપ માટે કોઈ જોખમ લેવા માંગતું નથી. બોર્ડ ઈચ્છે છે કે ટીમની પસંદગીમાં સાતત્ય જળવાઈ રહે, તેથી જ અગરકરને એક્સટેન્શન આપવાનું નક્કી કરાયું છે. જુલાઈ 2023 માં ચીફ સિલેક્ટર બનેલા અજીત અગરકર પાસે પોતે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહોળો અનુભવ છે, જેનો લાભ ભારતીય ક્રિકેટને સતત મળી રહ્યો છે. જો આ નિર્ણય સત્તાવાર રીતે જાહેર થશે, તો 2027 સુધી ટીમની કમાન પસંદગી સ્તરે અગરકરના હાથમાં જ રહેશે.


આ પણ વાંચો:   15 વર્ષના વૈભવ સૂર્યવંશી પાસે ઇતિહાસ રચવાની તક, તોડશે બ્રેડ હોજ અને શોન માર્શના વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:   હાર બાદ રડી પડ્યો ડેવિડ મિલર, અક્ષર પટેલે જીત્યું દિલ, 1 રનથી હાર્યા બાદ દિલ્હીમાં માયુસી