Ajab gajab News : ઘરમાં થોડો સમય એકલા રહેવાથી પણ લોકો કંટાળી જતા હોય છે અને બહાર નીકળવા માટે આતુર બની જાય છે. પરંતુ જરા કલ્પના કરો કે આખા ગામમાં તમારા સિવાય બીજું કોઈ જ માણસ ન હોય તો? આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પરંતુ રશિયા સરહદ નજીક આવેલા એક ગામની વાસ્તવિકતા છે. સોવિયત સંઘના વિસર્જન બાદ મોટાભાગની વસતી સ્થળાંતર કરી ગઈ અને આજે પરિસ્થિતિ એ છે કે સમગ્ર વિસ્તારમાં માત્ર એક જ વ્યક્તિ પોતાનું જીવન વિતાવી રહ્યો છે.
સોવિયત સંઘ તૂટ્યા બાદ ખાલી થઈ ગયું આખું ગામ (Ajab gajab News)
રશિયા સરહદ (Russia Border)પાસે આવેલા ડોબ્રુસા (Dobruse Village)નામના આ ગામમાં અંદાજે ત્રણ દાયકા પહેલાં 200થી વધુ લોકોની વસતી હતી અને 50 જેટલા ઘરો ધમધમતા હતા. સોવિયત સંઘના વિસર્જન પછી લોકો મોલ્ડોવા, રશિયા અને યુરોપના અન્ય શહેરો તરફ રોજીરોટી માટે સ્થળાંતરિત થઈ ગયા. ફેબ્રુઆરી મહિનામાં ગામમાં રહેતા જેન્ના અને લિડિયા નામના કપલની હત્યા થયા બાદ હવે 65 વર્ષીય ગેરિસા મુંટેન આ આખા ગામમાં એકમાત્ર જીવંત માનવી તરીકે બચ્યા છે.
માણસો નથી તો શું? કૂતરા, બતક અને હજારો મધમાખીઓ બની તેમનો પરિવાર
65 વર્ષના ગેરિસા મુંટેન ગામમાં એકલા હોવા છતાં પોતાને ક્યારેય સાવ એકલા નથી સમજતા. તેમણે પોતાની એકલતા દૂર કરવા માટે એક અનોખો વિભાવનાત્મક રસ્તો શોધ્યો છે. તેઓ પોતાની સાથે પ્રાણીઓ અને પક્ષીઓની આખી દુનિયા વસાવીને રહે છે
વૃક્ષો અને પશુઓ સાથે વાતો કરીને વિતાવે છે દિવસો
ગેરિસા જણાવે છે કે ગામમાં કોઈ માણસ ન હોવાથી વાતચીત કરવાનો કોઈ વિકલ્પ બચ્યો નથી. તેથી તેઓ ખેતરમાં કામ કરતી વખતે આસપાસના વૃક્ષો, પશુઓ અને પક્ષીઓ સાથે જ વાતો કરી લે છે. પહેલાં તેઓ ફોન પર કે રૂબરૂ અન્ય ગ્રામજનો સાથે વાતો કરી લેતા હતા, પરંતુ હવે પ્રાણીઓ અને પક્ષીઓ જ તેમનો મુખ્ય ટેકો બની ગયા છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
