Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગની આગાહી (Gujarat Rain Forecast) અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ ( Heavy Rain Alert Gujarat) રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Gujarat Rain Forecast: અનેક હવામાન સિસ્ટમ સક્રિય

હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સહિતની હવામાન સિસ્ટમ સક્રિય હોવાનું જણાવાયું છે. આ સિસ્ટમોની સંયુક્ત અસરથી ગુજરાતમાં ભેજવાળા પવનો અને વરસાદી વાતાવરણ આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, તાપી અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ (South Gujarat Rain)પડી શકે છે. દમણ અને આસપાસના તટવર્તીય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની સંભાવના છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વીજળી સાથે વરસાદ
મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને નર્મદા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ડુંગરાળ વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે.
અમદાવાદમાં આગામી (Ahmedabad Weather) દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. વરસાદી માહોલને કારણે તાપમાનમાં પણ આંશિક રાહત રહેવાની સંભાવના છે.
માછીમારોને બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ખરાબ હવામાનની સ્થિતિ સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં સરેરાશ કરતાં વધુ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસાદની ઘટ
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ કરતાં અંદાજે 19 ટકા વધુ વરસાદ નોંધાયો હોવાનું જણાવાયું છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં લગભગ 25 ટકા ઓછો વરસાદ નોંધાતા વરસાદની હજુ પણ રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે, 6 વરસાદી સિસ્ટમ સક્રિય; અનેક જિલ્લામાં યલો એલર્ટ
આ પણ વાંચો: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, ઉત્તર-પૂર્વમાં પૂર-ભૂસ્ખલનથી સ્થિતિ ગંભીર
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ અને ગાજવીજની આગાહી, 12 જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા
