Bhavnagar News/ ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલકને બ્લેકમેલ કરવાનો આરોપ, રૂ.5 કરોડની માંગણીથી ચકચાર

KP Swami Complaint: ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કે.પી. સ્વામી પાસે કથિત રીતે રૂ.5 કરોડની ખંડણી માંગવાના મામલે ઘોઘારોડ પોલીસે પતિ-પત્ની સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Gujarat Top Stories Others
KP Swami Complaint: સ્વામી પાસે રૂ.5 કરોડની ખંડણી માંગ્યાનો આરોપ

Bhavnagar News: ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કે.પી. સ્વામી પાસે રૂ.5 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાનો ગંભીર મામલો (KP Swami Complaint) સામે આવ્યો છે. આ મામલે કે.પી. સ્વામીએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ-પત્ની સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

KP Swami Complaint: બ્લેકમેલ કરીને મોટી રકમની માંગણીનો આરોપ

ફરિયાદ મુજબ આરોપીઓ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલકને બ્લેકમેલ કરી રૂ.5 કરોડની ખંડણી (Bhavnagar Extortion Case) માંગવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાએ શહેરમાં ચર્ચા જગાવી છે અને પોલીસ હવે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની વિગતવાર તપાસ કરી રહી છે. ઘોઘારોડ પોલીસે (Ghogha Road Police) તપાસના ભાગરૂપે ચાર મોબાઈલ ફોન કબજે કર્યા છે. પોલીસ હવે મોબાઈલ ફોનમાં રહેલા સંભવિત પુરાવા તેમજ આરોપીઓ અને ફરિયાદી વચ્ચે થયેલી વાતચીતની તપાસ કરી રહી છે.

વાતચીતના ઓડિયોના આધારે તપાસનો ધમધમાટ

KP Swami Complaint: સ્વામી પાસે રૂ.5 કરોડની ખંડણી માંગ્યાનો આરોપ
KP Swami Complaint: પતિ-પત્ની સહિત ત્રણ આરોપીઓ સામે ખંડણી સહિતની ફરિયાદ નોંધાઈ

પોલીસને મળેલા વાતચીતના ઓડિયો સહિતના પુરાવાઓના ( 5 Crore Extortion)આધારે સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી છે. ખંડણીની માંગણી કયા સંજોગોમાં કરવામાં આવી, બ્લેકમેલિંગ પાછળનું કારણ શું હતું અને આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

કે.પી. સ્વામીની ફરિયાદના આધારે પતિ-પત્ની સહિત ત્રણ આરોપીઓ સામે ખંડણી સહિતની ફરિયાદ નોંધાઈ છે. ઘોઘારોડ પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો: સ્પોટ મેમો બંધ થતાં ટ્રાફિક વ્યવસ્થા પણ ઠપ? અમદાવાદમાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ

આ પણ વાંચો: ઠાસરાના ચિતલાવમાં મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી, તંત્રની બેદરકારી સામે ગ્રામજનોનો આક્ષેપ

આ પણ વાંચો: ડૉ. હર્ષ પંડ્યા કેસમાં મોટો વળાંક! પિતાની ફરિયાદ બાદ 4 રેસિડેન્ટ ડોક્ટરો સામે ગુનો નોંધાયો