Health & Fitness News : મોટાભાગના ઘરોમાં સવાર-સાંજ ચા બનવી એક સામાન્ય બાબત છે. ઘરના મોટેરાઓને દરરોજ ચા પીતા જોઈને નાના બાળકો પણ સ્વાભાવિક રીતે જ ચા પીવાની જિદ કરવા લાગતા હોય છે. આવી સ્થિતિમાં ઘણા વાલીઓ “થોડીક જ ચા છે” અથવા “વધુ દૂધવાળી ચા (milk tea)છે તો શું વાંધો” એમ વિચારીને બાળકને ચા પીવા આપી દે છે. પરંતુ બાળરોગ નિષ્ણાતો (Experts)ના મતે, થોડીક ચા પણ ધીમે-ધીમે બાળકના શરીરમાં આદતનું રૂપ લઈ લે છે અને તેના સ્વાસ્થ્ય પર ગંભીર આડઅસરો ઊભી કરી શકે છે.
milk tea : બાળકોમાં આયર્નની ઉણપ અને એનિમિયાનું મુખ્ય કારણ
ચાની અંદર રહેલા કેટલાક કુદરતી ઘટકો બાળકના શરીરમાં ખોરાકમાંથી આયર્ન સોંપવાની ક્ષમતાને નબળી પાડે છે.રોજ ચા પીવાથી બાળકના શરીરમાં આયર્નનું શોષણ (Iron absorption)અટકે છે, જેનાથી શરીરમાં લોહીનું પ્રમાણ ઘટે છે અને એનિમિયા થઈ શકે છે.આયર્નની ઉણપને કારણે બાળક ઝડપથી થાકી જાય છે, તેને ચક્કર આવે છે, નખ નબળા પડીને તૂટી જાય છે અને નાની ઉંમરે જ વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે.

કેફીનની માનસિક વિકાસ અને ઊંઘ પર વિપરીત અસર
ચામાં રહેલું ‘કેફીન’ તત્વ નાના બાળકોની મધ્યસ્થ ચેતાતંત્ર (Central Nervous System) માટે અનુકૂળ નથી.કેફીનને કારણે બાળકને સમયસર ઊંઘ આવવામાં મુશ્કેલી પડે છે. બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે ગાઢ ઊંઘ અત્યંત જરૂરી છે.પૂરતી ઊંઘ ન મળવાથી બાળક સતત અસ્વસ્થ રહે છે અને અભ્યાસ કે અન્ય ઈતર પ્રવૃત્તિઓમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી.
“દૂધવાળી ચા કે ગ્રીન ટી” પણ નથી સુરક્ષિત વિકલ્પ
ઘણા વાલીઓ એવું માને છે કે વધુ દૂધ ઉમેરવાથી ચા પૌષ્ટિક બની જાય છે, પરંતુ ડૉક્ટર્સના મતે દૂધવાળી ચાથી માત્ર બાળકનું પેટ ભરાય છે પણ તેને કોઈ પોષણ મળતું નથી. તેવી જ રીતે, ગ્રીન ટી પણ કેફીનમુક્ત હોતી નથી, તેથી તે પણ બાળકો માટે સુરક્ષિત નથી. 10 વર્ષથી નાની વયના બાળકોને કોઈ પણ સંજોગોમાં ચા ન આપવી જોઈએ અને જો બાળક જિદ કરે તો તેને પ્રેમથી સમજાવી પૌષ્ટિક આહાર આપવો જોઈએ.
આ પણ વાંચો : તહેવારમાં ચહેરો ચાંદ જેવો ચમકશે! ઘરે જ પળવારમાં કીવી ફેશિયલ વડે મેળવો પાર્લર જેવો ઇન્સ્ટન્ટ ગ્લો
આ પણ વાંચો :વિટામિન C ની ઉણપ પૂરી કરવા રોજ પીઓ આ 5 હેલ્ધી જ્યુસ, ઇમ્યુનિટી વધારવા અને વજન ઘટાડવામાં કરશે મદદ.
આ પણ વાંચો :મોંઘા ફેશિયલ પર પૈસા ખર્ચતા પહેલા અજમાવો આ દેશી નુસખો, ચહેરા પર આવશે કુદરતી ગ્લો
