Food Recipe/ સાબુદાણાથી બનાવો ક્રિસ્ટલ જેવી ચમકદાર મીઠાઈ…પહેલા ક્યારેય નહિં ખાધી હોય આવી દિવાળી રેસિપી!

આ મીઠાઈ (Sabudana Crystal Mithai) બનાવવા માટે તમારે દૂધ કે માવાની પણ જરુર નહિં પડે. ફક્ત સાબુદાણા અને ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી તમે આ મીઠાઈ…

Trending festival Food Lifestyle
Sabudana Crystal Mithai...બાળકોની Favourite મીઠાઈને આ દિવાળીએ 45 મિનિટમાં બનાવો!

Food Recipe: દિવાળી (Diwali 2026) પર કંઇક મજેદાર ખાવું હોય તો આ વખતે લાડુ કે બરફીની જગ્યાએ સાબુદાણા ક્રિસ્ટલ મીઠાઈ (Sabudana Crystal Mithai Recipe) ટ્રાય કરી જુઓ. આજકાલ સોશિયલ મિડીયામાં આ રેસિપી ઘણી જ વાયરલ થઈ રહી છે. આને સાબુદાણા અને ગોળના સ્ટફિંગથી તૈયાર કરવામાં આવે છે. એનો સ્વાદ તદ્દન અલગ હોય છે. બાળકોને આ મીઠાઈનો શૅપ અને કલર (Kids’ Mithai) ઘણો જ સરસ લાગે છે.

તમે ઘરે આવેલા મહેમાનોને આ મીઠાઈ બનાવીને અવશ્ય ખવડાવો. આ મીઠાઈ બનાવવા માટે તમારે દૂધ કે માવાની પણ જરુર નહિં પડે. ફક્ત સાબુદાણા અને ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી તમે આ મીઠાઈ બનાવી શકશો. તો ચાલો જોઈ લઇએ સાબુદાણા મીઠાઈની રેસિપી…

શી રીતે બનાવશો સાબુદાણા મીઠાઈ? (Sabudana Crystal Mithai Recipe) 

સાબુદાણા મીઠાઈ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Sabudana Crystal Mithai Ingredients
Sabudana Crystal Mithai Ingredients

સામગ્રી

1 ચમચી દેશી ઘી

1 વાડકી તાજુ છીણેલું નારિયેળ

1 વાડકી ગોળનો પાવડર

ઈલાયચી પાવડર

1 વાડકી સાબુદાણા

1 ચમચી ઘી

1 ચમચી મીઠું

1 ચમચી ખાંડ

ચાસણી માટે

1 કપ પાણી

1 કપ ખાંડ

ઈલાયચી પાવડર

કેસરના તાંતણા

Sabudana Crystal Mithai Recipe
Sabudana Crystal Mithai Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક પૅનમાં 1 ચમચી દેશી ઘી ઉમેરો. એમાં ઓ વાડકી તાજુ છીણેલું નારિયેળ (Fresh Coconut) અને 1 વાડકી ગોળનો પાવડર ઉમેરો. બંને વસ્તુઓને મિક્સ કરીને થોડો ઈલાયચી પાવડર ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરો.

2. હવે ડ્રાય પૅનમાં સાબુદાણા (Sago)ને હળવા રોસ્ટ કરવા. ધ્યાન રાખવું કે સાબુદાણાનો રંગ ન બદલાય અને સફેદ જ રહે.

3. સાબુદાણા ઠંડા થાય પછી એને મિક્સરમાં નાખીને બારીક પાવડર બનાવી લો અને ચાળણીથી ચાળી લો.

4. આ પાવડરમાં 1 ચમચી ઘી, 1 ચપટી મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરી દો. થોડા પાણીથી એક મુલાયમ લોટ બાંધી લો.

5. લોટમાંથી નાના લુવા બનાવીને વચ્ચે નારિયેળ અને ગોળનું સ્ટફિંગ ભરી લો. કિનારીને સારી રીતે સીલ કરીને એને લંબગોળ શૅપ આપો.

6. તમામ લુવાને આ રીતે સ્ટફ કરીને તૈયાર કરી લો. હવે ચાસણી બનાવી લો.

7. ચાસણી બનાવવા માટે 1 કપ ખાંડ અને 1 કપ પાણી મિક્સ કરીને ચાસણી બનાવી લો. ખાંડ ઓગળે પછી એમાં ઈલાયચી પાવડર, કેસર ઉમેરી દેવું.

8. આ ચાસણીમાં તૈયાર સ્ટફ સાબુદાણાના ગોળા ઉમેરીને ધીમા તાપે 5 મિનિટ સુધી ઢાંકીને પકાવી લો. પછી ચાસણીમાંથી બહાર કાઢી લો.

તો તૈયાર છે તમારી સાબુદાણા ક્રિસ્ટલ મીઠાઈ…એ ખાવામાં ઘણી જ સ્વાદિષ્ટ લાગે છે અને એનું જેલી જેવું ટેક્ષ્ચર બાળકોને (Kids’ Favourite Dish) અત્યંત પસંદ પડશે. તમે એને ફ્રિઝમાં રાખીને ઠંડી-ઠંડી ખાઈ શકો છો. ફ્રિઝમાં ચાસણીમાં સ્ટોર કરીને એને એક અઠવાડિયા સુધી આરામથી ખાઈ શકો છો.


આ પણ વાંચો: ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી રેસિપી…

આ પણ વાંચો: દુનિયામાં કેવળ એક જ સ્થળે મળશે આ મીઠાઈ…ગુજરાતના સુરતની ફેમસ ઘારી…ઘરે ટ્રાય કરો રેસિપી!

આ પણ વાંચો: ગળ્યું ખાવાના શોખીન છો તો બનાવો ‘પહાડી શૈયા’…સ્વાદમાં મજેદાર, પરંપરાગત સરળ મીઠાઈ…