શરમજનક ઘટના/ દિલ્હી મેટ્રોની લિફ્ટમાં પોતાનો પ્રાઈવેટ પાર્ટ બહાર કાઢી યુવકેને લાગ્યો અડવા, CCTV ફૂટેજમાં ઝડપાયો આરોપી

દિલ્હી મેટ્રોની લિફ્ટમાં એક યુવકે યુવતીની છેડતી કરી. યુવકે લિફ્ટની અંદર પોતાના પ્રાઈવેટ પાર્ટને બહાર કાઢીને યુવતી સાથે અશ્લીલ હરકતો કરવા માંડ્યો હતો.

India Trending
પ્રાઈવેટ પાર્ટ

રાજધાની દિલ્હીમાં છોકરીઓની સુરક્ષાને લઈને અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. આવી સ્થિતિમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હી મેટ્રોની લિફ્ટમાં એક યુવકે યુવતીની છેડતી કરી. યુવકે લિફ્ટની અંદર પોતાના પ્રાઈવેટ પાર્ટને બહાર કાઢીને યુવતી સાથે અશ્લીલ હરકતો કરવા માંડ્યો હતો.

દિલ્હી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 4 એપ્રિલે બની હતી. પોલીસે 26 વર્ષના આરોપી રાજેશ કુમારની આજે એટલે કે 15મી એપ્રિલે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે 4 તારીખે રાજેશે જસોલા મેટ્રો સ્ટેશનની લિફ્ટમાં એક યુવતીની છેડતી કરી હતી. લિફ્ટની અંદર રાજેશે પોતાનો પ્રાઈવેટ પાર્ટ બહાર કાઢ્યો અને યુવતીને સ્પર્શ કરવા લાગ્યો. એક અહેવાલ મુજબ આરોપી રાજેશ કુમાર એક ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી રાજેશે જે યુવતી સાથે છેડતી કરી હતી તે વ્યવસાયે આર્કિટેક્ટ છે. આ ઘટના અંગે યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. સીસીટીવી ફૂટેજ દ્વારા પોલીસે આરોપી રાજેશને શોધી કાઢ્યો હતો. આ ઘટનાના લગભગ 11 દિવસ બાદ દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે જ્યારે મહિલાએ લિફ્ટની અંદર રાજેશની હરકતો સામે વાંધો ઉઠાવ્યો તો તે ત્યાંથી ભાગી ગયો. આ પછી મહિલાએ આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી રાજેશને પકડી લીધો છે.

આ પણ વાંચો:અતીક-શાઇસ્તાને છેલ્લી વાર ન જોવા મળ્યો પુત્રનો ચહેરો, કસારી-મસારી કબ્રસ્તાનમાં અસદ સુપુર્દ-એ-ખાક

આ પણ વાંચો:દિલ્હીના સીએમએ કહ્યું, ‘જો કેજરીવાલ ભ્રષ્ટાચારી છે તો દુનિયામાં ઈમાનદાર કોઈ નથી’

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: અતીક એહમદઃ 500 કરોડના નાણાકીય વ્યવહારોની આંટીઘૂંટીની અજબની જાળ

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતમાં 16ના મોતઃ 25 ઇજાગ્રસ્ત