Lifestyle/ ગળ્યું ખાવાના શોખીન છો તો બનાવો ‘પહાડી શૈયા’…સ્વાદમાં મજેદાર, પરંપરાગત સરળ મીઠાઈ…

Pahadi Shaiyya (પહાડી શૈયા) નું બીજું નામ છે ‘અરસા’…જે પ્રમાણમાં ઓછી પ્રચલિત છે પણ એકવાર તમે એને બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો…

Trending Food Health & Fitness Lifestyle
Pahadi Shaiyya, ગઢવાલ, અરસા, પરંપરાગત મીઠાઈ

Lifestyle: ઉત્તરાખંડના ગઢવાલ પ્રદેશ (Garhwal, Uttarakhand)ની આ એક પ્રખ્યાત પરંપરાગત મીઠાઈ છે ‘પહાડી શૈયા’ (Pahadi Shaiyya), જેનું બીજું નામ છે ‘અરસા’ (Arsa Sweet)….આ મીઠાઈ મુખ્યત્વે ચોખાના લોટ અને ગોળમાંથી બનાવવામાં આવે છે. વિશેષ કરીને, પહાડી લગ્ન પ્રસંગો અને તહેવારોમાં એને બનાવવામાં આવે છે અને એ બહારથી ક્રિસ્પી પણ અંદરથી ખાવામાં નરમ હોય છે.

Pahadi Shaiyya, ગઢવાલ, અરસા, પરંપરાગત મીઠાઈ

ઘણા લોકો એવા હોય છે જેમને ગળપણ એટલું પ્રિય હોય છે કે વાત ના પૂછો! જમ્યા બાદ એમને કશીક સ્વીટ ટેસ્ટની વાનગી ખાવાની ટેવ હોય છે અને એના વિના એમને જમણ અધૂરું લાગે છે! જો તમે પણ આવા જ ખાવાના શોખીન છો તો તમારા માટે અમે આવી જ એક સરસ મજાની રેસિપી (Recipe) લઇને આવ્યા છીએ જે પ્રમાણમાં ઓછી પ્રચલિત છે પણ એકવાર તમે એને બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો. આ રેસિપીમાં અનેક પોષક તત્વોની ભરમાર રહેલી છે જે તમને સ્વાદ અને સ્વાસ્થ્ય (Health) બંને રીતે સંતોષ પ્રદાન કરશે. આ સ્વીટ ડિશનું નામ પણ અનોખું છે, ‘પહાડી શૈયા’…તો ચાલો જોઇએ આ પરંપરાગત મીઠાઈ (Traditional Sweet) બનાવવાની સામગ્રી અને વિધિ અંગે…

શી રીતે બનાવશો પહાડી શૈયા (Pahadi Shaiyya) રેસિપી? 

આ વ્યંજન બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Pahadi Shaiyya, ગઢવાલ, અરસા, પરંપરાગત મીઠાઈ

સામગ્રી

1 કપ ચોખાનો લોટ

1/2 કપ શુદ્ધ દેશી ઘી

1/2 કપ ગોળ

2 મોટી ચમચી શેકેલા તલ

10-12 નંગ કિસમિસ

Pahadi Shaiyya, ગઢવાલ, અરસા, પરંપરાગત મીઠાઈ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક કથરોટમાં ચોખાનો લોટ (Rice Flour) લેવો. એમાં થોડું-થોડું પાણી ઉમેરતા રહીને લોટને સરસ રીતે બાંધી લેવો.

2. અહિં ધ્યાન એ રાખવું કે આ લોટ સખત ન હોય પરંતુ નરમ ખીચા જેવો છૂટો બાંધવો અને એને 10 મિનિટ ઢાંકીને રાખો.

3. હવે એક તાવડીમાં તળવા માટે દેશી ઘી લેવું અને એને મધ્યમ તાપે ગરમ થવા દેવું.

4. એમાં થોડો-થોડો ચોખાનો લોટ ગોળ શૅપ આપીને ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું. આ ‘અરસા’ નેધીમા તાપે એને એમાં શેકાવા દેવા.

5. એને ઢાંકીને થવા દેવા અને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

6. જ્યારે આ ચોખાના લોટની અને ઘીની મિશ્રિત સુગંધ આવવા લાગે અને લોટનો રંગ બદલાઈને બ્રાઉન થવા લાગે ત્યારે એ ઘી છોડવા લાગશે.

7. આમ થાય ત્યારે સમજી લેવું કે, ચોખાના લોટના વડા જેવા ‘અરસા’ સારી રીતે શેકાઇને તૈયાર છે. હવે એમાં સમારેલો ગોળ મિક્સ કરવો. તમે ઇચ્છો તો ખાંડ પણ ઉમેરી શકો છો.

8. જ્યારે ગોળ કે ખાંડ (Jaggery or Sugar) પૂરી રીતે પીગળીને લોટમાં ભળીને ઉપર લેયર બની જાય ત્યારે શેકેલા તલ અને કિસમિસ (Roasted Sesame and Raisins) ને એમાં ઉમેરી લેવા.

Pahadi Shaiyya, ગઢવાલ, અરસા, પરંપરાગત મીઠાઈ

તો તૈયાર છે તમારી પરંપરાગત પહાડી શૈયા મીઠાઈ…આ હૅલ્ધી ગરમાગરમ દેશી મીઠાઈને તમે ફટાફટ બનાવીને જ્યારે મન થાય ત્યારે ખાઇ શકો છે.


આ પણ વાંચો: તહેવારોમાં બનાવો પુરણપોળી, લોહતત્વ વધારવામાં છે અસરકારક

આ પણ વાંચો: દિવાળીમાં પરંપરાગત મીઠાઈ બનાવો ઘરે જ, મહેમાનોને સ્વાદ યાદ રહી જશે