Business News/ અખાત્રીજે અમદાવાદમાં સોનું 1.58 લાખને પાર, જાણો ચાંદીના લેટેસ્ટ ભાવ અને શુભ મુહૂર્ત

અક્ષય તૃતીયા 2026 ના દિવસે અમદાવાદમાં Goldનો ભાવ 1,58,620 રૂપિયા અને ચાંદી 2.67 લાખે પહોંચી છે. વધતા ભાવ વચ્ચે પણ જ્વેલર્સના શો-રૂમ પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.

Top Stories Trending Business
Gold

Akshaya Tritiya 2026 Gold Rate: આજે 19 એપ્રિલ 2026, રવિવારના રોજ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો પવિત્ર દિવસ છે. હિન્દુ ધર્મમાં આ દિવસને સોના-ચાંદીની ખરીદી માટે અત્યંત શુભ માનવામાં આવે છે. જોકે, આ વર્ષે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય લોકો માટે ખરીદી કરવી પડકારજનક બની છે. અમદાવાદમાં આજે સોનાના ભાવમાં ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવની સ્થિતિ

અમદાવાદના જ્વેલર્સ પાસેથી મળતી માહિતી મુજબ, આજે બજારમાં ભાવ નીચે મુજબ છે:

24 કેરેટ સોનું (10 ગ્રામ): 1,58,620 રૂપિયા

1 કિલો ચાંદી: 2,67,000 રૂપિયા

ગત વર્ષની સરખામણી: ગત વર્ષે (2025માં) 10 ગ્રામ સોનાનો ભાવ અંદાજે 96,000 રૂપિયા હતો, જેની સરખામણીએ આ વર્ષે ભાવમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે.

રાજકોટમાં પણ ભાવ વધારાની અસર

રાજકોટના જ્વેલર્સ મુકેશ વિઠલાણીએ જણાવ્યું કે, આજે સોનાનો 10 ગ્રામનો ભાવ 1,42,700 રૂપિયા (બજારના ભાવ અને સ્થાનિક ટેક્સ મુજબ) બોલાઈ રહ્યો છે. ભાવ ગત 10 વર્ષ કરતા બમણા થઈ ગયા હોવાથી વેપારમાં ઘટાડો જોવા મળ્યો છે. ગ્રાહકો મોટી સંખ્યામાં જ્વેલર્સના શો-રૂમ પર ઉમટી રહ્યા છે, પરંતુ વધતા ભાવને કારણે મોટાભાગના લોકો માત્ર ‘શુકન’ સાચવવા માટે જ નાની ખરીદી કરી રહ્યા છે.

અખાત્રીજ 2026 ના શુભ મુહૂર્ત

આજે 19 એપ્રિલે સવારે 9.11 કલાકે અક્ષય તૃતીયાનો આરંભ થઈ ગયો છે, જે આવતીકાલે 20 એપ્રિલ, સોમવારે સવારે 7.36 કલાક સુધી રહેશે.

બપોરનું મુહૂર્ત: 1.30 થી 3.00 વાગ્યા સુધી.

રાત્રિનું મુહૂર્ત: 6.21 થી 10.25 સુધી.

20 એપ્રિલ (સવારે): 5.38 થી 7.00 અને 8.55 થી 10.25 સુધી.

ભારતીયોનો Gold પ્રત્યેનો પ્રેમ

એક રિપોર્ટ અનુસાર, ભારતીય પરિવારો પાસે વિશ્વના ટોચના ચાર દેશો (અમેરિકા, જર્મની, ઈટલી અને રશિયા) ના કુલ ગોલ્ડ (Gold) રિઝર્વ કરતા પણ વધુ સોનું (Gold) છે. ભારતમાં સોનું માત્ર સંપત્તિ નથી, પરંતુ એક પરંપરા છે. દેશમાં દર ત્રણમાંથી એક પરિવાર લોંગટર્મ એસેટ તરીકે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે.


આ પણ વાંચો:સોના-ચાંદીના ભાવ ઘટ્યા, મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ પર ચાંદી ₹6000 સસ્તી, સોનામાં પણ ભારે ગાબડું

આ પણ વાંચો:સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો, MCX પર ચાંદી ₹4,700 તૂટી, સોનું પણ સસ્તું

આ પણ વાંચો:સોનાના ભાવમાં ₹3,350,ચાંદીના ભાવમાં ₹8,540નો વધારો,બજાર હજુ પણ અસ્થિર