Clash between supporters/ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના સમર્થકો વચ્ચે અથડામણ,શિવસેનાના સુપ્રીમો વિશે આપતિજનક ટીપ્પણી કરતા મામલો બિચક્યો

મહારાષ્ટ્રમાં શિંદે અને ઠાકરે વચ્ચેની લડાઈ ખતમ થવાનું નામ નથી લઈ રહી. હવે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના સમર્થકો વચ્ચે જોરદાર અથડામણ થઈ છે.

Top Stories Gujarat

મહારાષ્ટ્રમાં શિંદે અને ઠાકરે વચ્ચેની લડાઈ ખતમ થવાનું નામ નથી લઈ રહી. હવે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના સમર્થકો વચ્ચે જોરદાર અથડામણ થઈ છે. મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં બંને જૂથના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. ઠાકરે જૂથે પણ આરોપ લગાવ્યો છે કે શિંદે જૂથના ધારાસભ્ય સદસરવણકરે બે ગોળીઓ ચલાવી હતી. બીજી બાજુથી પણ આવા જ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, શિંદે જૂથના કાર્યકર્તાઓએ વ્હોટ્સએપ ગ્રુપ પર ઠાકરે જૂથ વિશે વાંધાજનક વાતો લખી હતી, જેના પછી આ બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ગણેશ વિસર્જન દરમિયાન પણ બંને જૂથોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળ્યા હતા. આ ઘટના ગત મોડી રાત્રે બની હતી. પોલીસે હાલ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે, ઠાકરે જૂથના કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

એવું કહેવામાં આવ્યું છે કે મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં શિંદે અને ઠાકરે જૂથના સમર્થકો વચ્ચે મારપીટના મામલામાં પોલીસે 25 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે શિંદે જૂથના મહેશ તેલવણેની ફરિયાદ બાદ કેસ નોંધ્યો છે. જો કે ઠાકરે જૂથ તરફથી એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ શિંદે જૂથના લોકો સામે કાર્યવાહી કરી રહી નથી.