Ayush Shetty Badminton News Summary: ભારતનો ઉભરતો બેડમિન્ટન સ્ટાર આયુષ શેટ્ટી (Ayush Shetty) અત્યારે એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પોતાની કેરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. ચીનના નિંગબો ખાતે રમાઈ રહેલી ટુર્નામેન્ટના સેમીફાઈનલમાં આયુષે વિશ્વના નંબર-1 ખેલાડી અને ઓલિમ્પિક મેડલિસ્ટ કુનલાવુત વિટિડસર્નને હરાવીને ફાઈનલમાં (Badminton) પ્રવેશ કર્યો છે. આ સાથે જ આયુષે 1965 પછી આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચનાર બીજા ભારતીય પુરુષ સિંગલ્સ ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે.
વર્લ્ડ નંબર-1 સામે યાદગાર વિજય
25મી રેન્ક ધરાવતા આયુષ શેટ્ટીએ સેમીફાઈનલમાં થાઈલેન્ડના દિગ્ગજ ખેલાડી (Badminton) કુનલાવુત વિટિડસર્ન સામે શાનદાર રમત બતાવી હતી.
રોમાંચક મુકાબલો: લગભગ 1 કલાક અને 15 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં આયુષે પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ જોરદાર વાપસી કરી હતી. તેણે આ મુકાબલો 10-21, 21-19, 21-17 થી જીતી લીધો હતો.
કેરિયરની સૌથી મોટી જીત: વિટિડસર્ન પેરિસ ઓલિમ્પિક 2024ના સિલ્વર મેડલિસ્ટ છે, તેમની સામેની આ જીત આયુષના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે.
61 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે?
પુરુષ સિંગલ્સમાં આયુષ પહેલા દિનેશ ખન્નાએ 1965માં એશિયા ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવી હતી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બીજો ભારતીય: આયુષ શેટ્ટી છેલ્લા 61 વર્ષમાં ફાઈનલ સુધી પહોંચનાર માત્ર બીજો ભારતીય પુરુષ સિંગલ્સ ખેલાડી છે.
ગોલ્ડની આશા: ભારત પાસે અત્યાર સુધી આ ચેમ્પિયનશિપમાં માત્ર બે જ ગોલ્ડ મેડલ છે (એક દિનેશ ખન્ના અને બીજો સાત્વિક-ચિરાગની જોડી). હવે આયુષ પાસે ત્રીજો ગોલ્ડ જીતી ઈતિહાસ રચવાની તક છે.
જાયન્ટ કિલર આયુષનો Badminton સફર
આયુષે માત્ર સેમીફાઈનલમાં જ નહીં, પણ આખી ટુર્નામેન્ટમાં દિગ્ગજોને ધૂળ ચટાડી છે:
ક્વાર્ટર ફાઈનલ: વર્લ્ડ નંબર-4 જોનાથન ક્રિસ્ટીને હરાવ્યો.
અગાઉની મેચો: વર્લ્ડ નંબર-7 લિ શિફિંગ અને ચાઉ તિએન-ચેન જેવા મજબૂત ખેલાડીઓને હરાવી આયુષ ફાઈનલ સુધી પહોંચ્યો છે.
દિગ્ગજો નિષ્ફળ, યુવા ખેલાડી છવાયો
જ્યાં પીવી સિંધુ અને લક્ષ્ય સેન જેવા મોટા સ્ટાર્સ વહેલા બહાર થઈ ગયા, ત્યાં આયુષે (Badminton) ભારતની આશા જીવંત રાખી છે. આયુષની આ આક્રમક રમત અને નેટ પરના તેના નિયંત્રણની અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે.
