uttarpradesh news/ મેરઠમાં પિતા 4 મહિના સુધી દીકરીની લાશ સાથે રહ્યા

Body એટલી હદે સડી ગઈ હતી કે શરીર હાડપિંજર બની ગયું હતું

India
પોલીસે એક રૂમમાંથી સડી ગયેલી હાલતમાં પ્રિયંકાની લાશ(Body) મળી, જે લગભગ હાડપિંજર બની ગઈ હતી

Uttarpradesh News : ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં એક ચોંકાવનારી અને હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતા પોતાની દીકરીના મોત પછી લગભગ ચાર મહિના સુધી તેની લાશ(Body) સાથે જ ઘરમાં રહ્યો. લાશ એટલી હદે સડી ગઈ હતી કે શરીર હાડપિંજર બની ગયું હતું અને ફક્ત પગનો ભાગ જ બચ્યો હતો.

આ ઘટના સદર બજાર વિસ્તારના તેલી મહોલ્લાની છે. અહીં રહેતા 76 વર્ષીય ઉદય ભાનુ બિસ્વાસ પોતાની 35 વર્ષીય દીકરી પ્રિયંકા બિસ્વાસ સાથે રહેતા હતા. પ્રિયંકા પ્રાઇવેટ શિક્ષિકા હતી. 1 ડિસેમ્બર 2025ના રોજ બીમારીને કારણે તેનું મોત થયું હતું.

પોલીસ મુજબ, દીકરીના મોત બાદ ઉદય ભાનુએ કોઈને જાણ કરી નહોતી અને મૃતદેહને ઘરમાં જ રાખ્યો હતો. દુર્ગંધ છુપાવવા માટે તે પરફ્યુમ છાંટતો હતો. થોડા દિવસ પછી તે ઘર છોડીને દેહરાદૂન ચાલ્યો ગયો અને લોકોને કહેતો રહ્યો કે દીકરી હોસ્પિટલમાં દાખલ છે.

ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સંબંધીઓ લાંબા સમયથી બંનેનો સંપર્ક ન થતા ઘરે પહોંચ્યા. ઘરમાં પ્રવેશતા જ દુર્ગંધ આવતા તેમણે પોલીસને જાણ કરી. પોલીસે એક રૂમમાંથી સડી ગયેલી હાલતમાં પ્રિયંકાની લાશ(Body) મળી, જે લગભગ હાડપિંજર બની ગઈ હતી.

તપાસ દરમિયાન ઘરમાં કચરાનો ઢગલો પણ મળ્યો અને પરફ્યુમની અનેક બોટલો મળી આવી. પોલીસે ઉદય ભાનુને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રિયંકાનું મોત કમળા (જૉન્ડિસ) જેવી બીમારીને કારણે થયું હતું. પિતાએ જણાવ્યું કે તે દીકરીથી અલગ થવા માંગતો ન હતો, તેથી તેણે આ અતિશય પગલું ભર્યું.

આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં આશ્ચર્ય અને દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો : અમદાવાદમાં કારમાંથી લાશ મળતા ચકચાર: સાયન્સ સિટી રોડ પર ટાટા હેરિયરમાંથી મૃતદેહ મળી આવ્યો

આ પણ વાંચો : આંધ્રપ્રદેશમાં પ્રેમિકાની ક્રૂર હત્યા, લાશના 3 ટુકડા કરી માથું સળગાવ્યું; નેવી જવાનની ધરપકડ

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં વાપી ખાતે સંવેદનહીન બન્યા વાહનચાલકો, લાશ પરથી પણ વાહન જવા દીધી