નેશનલ કોન્ફરન્સે સુપ્રિમ કોર્ટમાં આર્ટીકલ 37૦ હટાવવાને પડકાર ફેંક્યો છે. નેશનલ કોન્ફરન્સના સાંસદ મોહમ્મદ અકબર લોન અને હસનૈન મસુદી કેન્દ્ર સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, કેન્દ્ર સરકારના આ નિર્ણયનો સતત વિરોધ કરી રહી છે. કાશ્મીર ખીણમાં શાંતિ જાળવવા ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. હવે આ નિર્ણય સામે નેશનલ કોન્ફરન્સ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે.

અરજીમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યોને બદલે બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાની રાષ્ટ્રપતિની સૂચનાને ગેરબંધારણીય જાહેર કરવાની માગણી કરવામાં આવી છે. આ સિવાય સંસદમાંથી જમ્મુ-કાશ્મીર પુનર્રચના બિલ પસાર કરવાની પ્રક્રિયાને પણ બંધારણીય સવાલો દ્વારા ઘેરવાનો પ્રયાસ કરવમાં આવ્યો છે.

અત્રે જણાવવાનું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હવે કેન્દ્ર શાસિત પ્રદેશો છે. રાજ્યમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને અને અલગાવવાદી પ્રદર્શન ન કરી શકે તે માટે સરકારે હજારો વધારાના સુરક્ષા દળો તૈનાત કર્યા હતા.

આ નિર્ણય માટે જમ્મુ-કાશ્મીરમાં અનેક મોટા પગલા લેવામાં આવ્યા હતા. નેશનલ કોન્ફરન્સના નેતાઓ ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી નજરકેદ કરવામાં આવ્યા હતા. જોકે ખીણમાં કોઈ મોટી ઘટના નોંધાઈ નથી, પરંતુ રાજ્યના બંને પ્રમુખ પક્ષ નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આ નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી આર્ટીકલ 37૦ હટાવવાની જાહેરાત કરી ત્યારે પીડીપી સાંસદોએ બંધારણની નકલો ફાડી નાખી હતી. હવે આ અંગે નેશનલ કોન્ફરન્સ દ્વારા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
