Not Set/ કૃણાલ પંડ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનાં બે અન્ય ખેલાડીઓ કોરોના પોઝિટિવ

શ્રીલંકાનાં પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયા પર કોરોનાવાયરસનો ખતરો વધી ગયો છે. ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પછી હવે સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ (કે ગૌતમ) પણ કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે.

Top Stories Sports
  • ટીમ ઇન્ડિયાનાં વધુ બે ખેલાડીઓને કોરોના
  • યુજવેન્દ્ર ચહલ- કૃષ્ણપ્પા ગૌતમ કોરોના પોઝિટિવ
  • શ્રીલંકાનાં પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો

શ્રીલંકાનાં પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયા પર કોરોનાવાયરસનો ખતરો વધી ગયો છે. ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પછી હવે સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ (કે ગૌતમ) પણ કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. તમામ સારવાર શ્રીલંકામાં જ કરવામાં આવશે. ચહલ અને ગૌતમ બંને ખેલાડી કૃણાલનાં સંપર્કમાં આવ્યા પછી આઇસોલેશનમાં હતા.

આ પણ વાંચો – Shocking / તો શું કોઇ ભૂતે આ બેટ્સમેનને આઉટ કર્યો? Video જોઇ ચોંકી જશો

શ્રીલંકા પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે અને ટી-20 સીરીઝ પૂરી થઈ ગઈ છે. દરમ્યાન, સમાચાર આવ્યા છે કે, ટીમ ઈન્ડિયાનાં સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ટીમનાં ખેલાડીઓનું ફરીથી ટેસ્ટિંગ કરવામાં આવ્યુ ત્યારે તેનો રિપોર્ટ બહાર આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે, યુઝવેન્દ્ર ચહલ અને ગૌતમ કોરોના પોઝિટિવ છે. આ પહેલા ભારતીય ટીમનાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ થયો હતો. આ પછી, તેના સંપર્કમાં આવેલા આઠ ખેલાડીઓને આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા હતા, સાથે જ તેમના રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / પ્રથમ વખત ઓલિમ્પિકમાં પ્રવેશ કરી રહેલી સિમરનજીત કૌર પહેલા જ મુકાબલામાં હારી

ભારતીય ટીમે આ પછી વધુ બે મેચ રમી હતી, પરંતુ આઠ ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા ન હોતા. જોકે અગાઉ કહેવામાં આવ્યું હતું કે, અન્ય તમામ આઠ ખેલાડીઓ કોરોના નેગેટિવ છે. હવે વધુ બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ બંનેને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે, એવું કહેવામાં આવે છે કે, ચિંતા કરવાની કોઈ વાત નથી. ટૂંક સમયમાં આ ખેલાડીઓ સ્વસ્થ થઈ જશે. ભારતીય ટીમનાં શ્રીલંકા પ્રવાસ પર હવે ત્રણ ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને અન્ય ઘણા ખેલાડીઓ પણ ક્વોરેન્ટાઇનમાં છે. એવું કહેવામાં આવે છે કે, ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ કે જેઓ બીજી અને ત્રીજી ટી-20 મેચોમાં રમ્યા છે, તેઓ ભારત પરત ફરશે, પરંતુ કોવિડ પોઝિટિવ આવેલા ખેલાડીઓ, તેઓ હાલ માટે શ્રીલંકામાં રહેશે. આ ખેલાડીઓ આઇસોલેશનમાં રહેશે અને જલદી તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવશે, તો જ તેમને ભારત આવવા દેવામાં આવશે.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / બોક્સિંગમાં ભારતનો મેડલ પાક્કો, લવલિના બોરગોહે સેમીફાઈનલમાં પહોંચી

જોકે સીરીઝ હવે પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમ હાલમાં બે દેશોનાં પ્રવાસે છે. એક ટીમ શ્રીલંકામાં છે, જ્યાં ત્રણ ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે ઈંગ્લેન્ડ પ્રવાસ પર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે તે હવે ઠીક છે અને ટીમ ઈન્ડિયામાં પણ જોડાયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની સીરીઝ 4 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. રિષભ પંત તેમા રમી શકે છે. શ્રીલંકામાં આવેલા ખેલાડીઓ વિશે બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટ શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.