નવા વર્ષની શરુઆતમાં જ પીએમ મોદીએ એએનઆઈ સાથે ઈન્ટરવ્યું કર્યું છે. આ ઈન્ટરવ્યુંને લીધે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર નિશાના સાધવાના શરુ થઇ ગયા છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાળાએ પીએમ મોદીએ જે રાફેલ ડીલ વિશે કહ્યું છે તેને લઈને આરોપ લગાવ્યા છે.
#WATCH Randeep Surjewala, Congress releases audio clip of Goa Health Minister Vishwajit Pratapsingh Rane claiming Chief Minister Manohar Parrikar has "All the files related to #RafaleDeal in his bedroom" pic.twitter.com/M8VZbfPnxJ
— ANI (@ANI) January 2, 2019
કોંગ્રેસે કહ્યું છે કે ગોવાના સીએમ પાસે રાફેલ ડીલને લઈને ભ્રષ્ટાચારની દરેક ફાઈલ છે. કોંગ્રેસે આ મામલે ગોવાના મંત્રી વિશ્વજીતની ઓડિયો ટેપ જાહેર કરી છે. આ ઓડિયો ટેપને વિશ્વજીતે બકવાસ કહી છે.
Hear the leaked conversation with BJP MLA, @visrane, as he reveals Goa CM @manoharparrikar has hidden details of the #RafaleScam #RafaleAudioLeak pic.twitter.com/pIWnmFQp3q
— Congress (@INCIndia) January 2, 2019
રાફેલને લઈને ફરી એક વખત કોંગ્રેસ સક્રિય થઇ ગયું છે. લોકસભામાં પણ આજે રાફેલ પર ચર્ચા થવાની છે જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બોલશે. સરકારની તરફથી દેશના રક્ષામંત્રી નિર્મલા સીતારમણ જવાબ આપશે.
થોડા સમય પહેલા ગોવાના સીએમ મનોહર પર્રિકરે કહ્યું હતું કે તેમનું કોઈ કઈ ન કરી શકે કેમ કે રાફેલ સાથે સંકળાયેલી બધી ફાઈલ તેમના બેડરૂમમાં છે.
ઓડિયો ટેપમાં શું કહી રહ્યા છે મંત્રી ?
કોંગ્રેસનો દાવો છે કે આ ટેપ ગોવાના હેલ્થ મીનીસ્ટર વિશ્વજીત રાણેની છે. કોંગ્રેસે જે ટેપ સંભળાવી તેમાં મંત્રી વિશ્વજીત બીજા કોઈ વ્યક્તિને કહી રહ્યા છે કે મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેમનું કોઈ કઈ નહિ કરી શકે, રાફેલ સાથે સંકળાયેલી બધી ફાઈલ મારા ફ્લેટમાં મારા બેડરૂમમાં છે.
ગઈ કાલે સીએમે લીધી હતી સચિવાલયની મુલાકાત
ગોવાના સીએમ મનોહર પર્રિકર ચાર મહિના પછી નવું વર્ષ નિમિત્તે સચિવાલય પહોચ્યા હતા. મંગળવારે મનોહર પર્રિકર પોતાની ઓફીસ પહોચ્યા અને તેમના કેબીનેટ મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી.
સીએમ મનોહર પર્રિકર જયારે સચિવાલય પહોચ્યા ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી તેઓ કેન્સર સામે લડી રહ્યા છે. સીએમ સચિવાલય પહોચ્યા ત્યારે ઘણા અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા અને તેમની નાકમાં દવા નાખનારી પાઈપ પણ લગાવેલી હતી.
