Covid-19/ કોરોના સામે જંગ જીતી રહ્યુ છે ભારત, આજે નોંધાયા માત્ર આટલા કેસ

ત્રીજી લહેરનાં ભય વચ્ચે મોટી રાહત મળી છે. કોરોનાનાં કેસોમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 18 હજાર 975 કેસ નોંધાયા છે.

Top Stories India

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસો વધીને 23.2 કરોડ થઇ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 47.5 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 6.12 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. આ આંકડા જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા શેર કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને વેક્સિનેશનની સંખ્યા 232,296,690, 4,755,749 અને 6,122,719,792 છે. વળી ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં મોટા ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો – Covid-19 / અમેરિકાનાં રાષ્ટ્રપતિએ લીધો Booster Dose, લોકોને વેક્સિન લગાવવાની કરી અપીલ

દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં ત્રીજી લહેરનાં ભય વચ્ચે મોટી રાહત મળી છે. કોરોનાનાં કેસોમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 18 હજાર 975 કેસ નોંધાયા છે. સારા સમાચાર એ છે કે મૃત્યુઆંક પણ ઘટી ગયો છે. આ સમયગાળા દરમિયાન 179 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. મંત્રાલયે કહ્યું કે, હાલમાં દેશમાં 2 લાખ 92 હજાર 206 લોકોની સારવાર ચાલી રહી છે. તેમજ અત્યાર સુધીમાં 3 કરોડ 29 લાખ 58 હજાર 2 લોકોને રજા આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 47 હજાર 194 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે કેરળમાં કેસ સૌથી વધારે નોંધાયા છે. અહી એક જ દિવસમાં 11,699 કેસ નોંધાયા છે. આ રાજ્યમાં સ્થિતિ ખરાબ થઇ રહી છે. કોરોના સામે જંગ જીતવા માટે કેરળએ હવે ખૂબ જ મહેનત અને સાવચેતી રાખવી પડશે.

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, આવતા દિવસોમાં 5 રૂપિયા સુધી થઇ શકે છે મોંઘુ

સોમવારે દેશમાં કોવિડ વિરોધી રસીઓનાં એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં અત્યાર સુધીમાં 86 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં 1 કરોડ 2 લાખ 22 હજાર 525 ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 87 કરોડ 7 લાખ 8 હજાર 636 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર કહ્યું, ‘રાષ્ટ્રને અભિનંદન, કારણ કે અમે ફરી એક વખત રસીનાં એક કરોડથી વધુ ડોઝ આપ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં, ભારતે પાંચમી વખત (એક દિવસમાં) એક કરોડથી વધુ ડોઝનું સંચાલન કર્યું છે.