ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ વિકેટકીપર કરુણા જૈને રવિવારે રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બેંગલુરુમાં જન્મેલી, 36 વર્ષની વયે કરુણાએ તેમની કારકિર્દીમાં ભારત, કર્ણાટક, પુડુચેરી અને દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કર્યું છે. કરુણાએ એક નિવેદનમાં કહ્યું, “હું ખૂબ જ ખુશ અને સંતુષ્ટ લાગણી અનુભવુ છું, હું ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું અને રમતમાં ફરી કંઈક યોગદાન આપવા માટે ઉત્સુક છું.”
કરુણાએ પાંચ ટેસ્ટ મેચોમાં 195 રન બનાવ્યા હતા જ્યારે આ દરમિયાન 40 રન તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. તેંણે નવેમ્બર 2005માં દિલ્હીમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અને તેમને છેલ્લી ટેસ્ટ ઓગસ્ટ 2014માં ઈંગ્લેન્ડ સામે વોર્મસ્લે ખાતે રમી હતી.

કરુણાએ 44 વન-ડે ઈન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને એક સદી અને નવ અડધી સદીની મદદથી 987 રન બનાવ્યા. આ ફોર્મેટમાં 103 રન તેમનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર રહ્યો. તેમણે આ ફોર્મેટમાં 2004માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું અને 2014માં ઈંગ્લેન્ડ સામે તેમની છેલ્લી 50 ઓવરની આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. કરુણાએ પોતાની ડેબ્યૂ મેચમાં 64 રન બનાવ્યા હતા.
નોંધનીય છે કે કરુણાએ નવ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને આ ફોર્મેટમાં ભારત માટે છેલ્લી મેચ 2014માં રમી હતી. જયારે પાકિસ્તાન સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. કરુણાએ તેની ટેસ્ટ કારકિર્દીમાં 17 વિકેટ લીધી, જે અંજુ જૈનના 23 રન પછી ભારતીય મહિલા વિકેટકીપરનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેમણે ODI અને T20 ફોર્મેટમાં અનુક્રમે 58 અને 12 કર્યા.

કરુણાએ તેના તમામ કોચ અને સાથી ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણીએ કહ્યું, “હું આ તકનો લાભ લઈને મારા કોચ, સપોર્ટ સ્ટાફ અને મારા સાથી ખેલાડીઓ સહિત શરૂઆતથી જ મારી ક્રિકેટ સફરનો ભાગ બનેલા તમામનો આભાર માનવા માંગુ છું. આમાંથી દરેકે મને રમત અને જીવન વિશે અલગ કંઈક શીખવ્યું છે જેના કારણે આજે સારી હું ખેલાડી અને વ્યક્તિ બની. મારા સમર્થન માટે પુડુચેરીનો આભાર માન્યો.
