Not Set/ ગુજરાતનો આ વરવો વિકાસ, જ્યાં પાણી માટે છેલ્લા 35 વર્ષથી વલખા મારી રહ્યાં ગામના લોકો

દ્વારકા વિકાસની વાતો સાથે નર્મદાનાં નીર છેવાડાના ગામ સુધી પહોંચાડવાની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકારે જોવા જેવું છે અને તંત્ર દ્વારા અંહી કેમ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા તે પણ પ્રશ્ન છે. દેવભૂમી દ્વારકાથી 13 કિલોમીટર દૂર આવેલા ભીમરાણા વિસ્તારમાં આજે પણ આભડછેટ જોવા મળે છે. આમ તો રામેશ્વરનાં લોકો પાણી માટે છેલ્લા 35 […]

Top Stories
dhoraji 1 ગુજરાતનો આ વરવો વિકાસ, જ્યાં પાણી માટે છેલ્લા 35 વર્ષથી વલખા મારી રહ્યાં ગામના લોકો

દ્વારકા

વિકાસની વાતો સાથે નર્મદાનાં નીર છેવાડાના ગામ સુધી પહોંચાડવાની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકારે જોવા જેવું છે અને તંત્ર દ્વારા અંહી કેમ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા તે પણ પ્રશ્ન છે. દેવભૂમી દ્વારકાથી 13 કિલોમીટર દૂર આવેલા ભીમરાણા વિસ્તારમાં આજે પણ આભડછેટ જોવા મળે છે. આમ તો રામેશ્વરનાં લોકો પાણી માટે છેલ્લા 35 વર્ષથી વલખા મારી રહ્યાં છે.

ભીમરાણા રામેશ્વર વિસ્તારમાં પાણીમાં પણ જાતિવાદનો કિસ્સો સામે આવ્યો છે. ભીમરાણા ગામનાં રામેશ્વર વિસ્તારનાં લોકો 35 વર્ષથી પાણી માટે મારી રહ્યા છે વલખાં મારી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ઉનાળાને લઈ ખાસી ચિંતા પીવાના પાણી પ્રશ્ને ઉદભવી છે ગુજરાતનાં કેટલાય જિલ્લાનાં ગામડાઓમાં પાણીને લઈ ભારે તંગી સર્જતા દિવસો હાલ ગુજરાતનાં વિવિધ ગામડા અને દૂરનાં વિસ્તારોમાં પાણી માટે કકળાટ શરૂ થય ગયો છે ત્યારે દ્વારકા જિલ્લાનાં પણ અમુક વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થયો છે. પણ અહી સમસ્યાઓ આજની નથી છેલ્લા 35 વર્ષથી ચાલી આવે છે.

દ્વારકાથી 13 કિલોમીટર આવેલા ભીમરાણા ગામનાં 600થી વધુ વસ્તી ધરાવતા રામેશ્વર વિસ્તાર જ્યા અંદાજે 100 જેટલા વિવિધ જાતિનાં પરીવાર વસવાટ કરે છે. આ ભીમરાણા વિસ્તારનાં લોકો અતિ ગરીબ પરિસ્થિતિમાં પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે અતિ ગરીબ પરિવારનાં લોકોનો અહી ભીમરાણા ગ્રામ પંચાયત હેઠળનો પણ ભીમરાણા ગામથી થોડેજ દૂર આ રામેશ્વર વિસ્તાર છે જ્યા છેલ્લા 35 વર્ષોથી પાણીની વિકટ સમસ્યા છે.

વિકાસની મોટી વાતો કરતી અને નર્મદાનાં નીર છેવટનાં ગામ સુધી પહોચાડવાની વાતો કરતી ગુજરાત સરકાર માટે આ ગામ જોવા જેવુ છે અહી ગ્રામજનોની જો વાત માનીયે તો અહી 35 વર્ષથી કોઈ એમની દરકાર લેવા આવ્યુ નથી માત્ર ચુટણી સમયે આવી પાણી આપવાના માત્ર ઠાલા વચનો આપી આ ગ્રામજનોને છેલ્લા 35 વર્ષથી છેતરતા આવ્યા છે.

પાણીની લાઇન પણ છેલ્લા કેટલાય સમયથી નાખી દીધેલ હોવા છતા અહી પાણી ઘરે ઘરે આવતુ નથી. પાણી અહી આવે તો છે પણ ટેન્કર દ્વારા અને એ પણ એકાતરા અને પાણી પીવાનુ નહી પણ ક્ષાર અને મોરૂ પાણી જે ઘર વપરાશ માટે અને પીવાનું પાણી તો 7 થી 10 દિવસે આવે છે. અહીનાં લોકોની પરિસ્થિતિ એમના દુખ દર્દ બયા કરે છે.

અહી ટેન્કર દ્વારા જે પાણી આપવામાં આવે છે તે પણ પૂરતી માત્રામાં નથી આવતુ ગામમાં જમીનનાં તળ પણ ખારા હોઇ અહી બીજી કોઈ પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી. પાણીની લાઇનમાં પાણી આવતા નથી અને ફરજિયાત રામેશ્વર વિસ્તારનાં લોકોને ટેન્કર દ્વારા પાણી કેહવા પુરતુ પાણી આપવામાં આવી રહ્યુ છે આ ગામમાં કોઈ પાણી સંગ્રહની વ્યવસ્થાનાં હોઇ ટેન્કર દ્વારા અપાતા પાણી ઢૉર પશુને જે અવેડા માં પાણી આપવામાં આવે એવા ખુલ્લા અવેડામાં આ ટેન્કર દ્વારા પાણી ઠાલવામાં આવે છે નાનો અવેડૉ એટલે થોડું પાણી હજુ ઠલવાય ત્યા મહિલાઓ પડાપડી કરે જે વહેલા તે પહેલાનાં ધોરણે પાણી મહિલાઓ પ્રાપ્ત કરી ઘરે પરત ફરે છે થોડા વાસણોમાં અને બેંડામાં ભરીને આ થોડું પાણી તેમને ફરજિયાત બે દિવસ ચલાવુ પડે છે.

દ્વારકા સૂરજકરાડિ રોડ પર ભીમરાણા ગામનો હિસ્સો છે અહી રામેશ્વર વિસ્તાર  હાઇવે રોડ ટચ આવેલો વિસ્તાર છે આ જાતિવાદનો અવેડો રોડ ઉપર નજીક આવેલો છે હજારો વાહનો નીકળતા હશે પણ ક્યારેય કોઈ સરકારી બાબુને આ દ્રશ્યો જોવાની ફુરસદનાં મળી અથવા રસ નાં દાખવ્યો. ભીમરાણા ગામ નજીક તાતા કમ્પની મીઠાપુર ખાતે આવેલી છે પણ જાણે અહી વિકાસ શુ છે એ કોઈને ખબર નથી.અહી હજુ એક અવેડનાં બે ભાગમાં ખોબલે પાણી માટે હાલ તો દલિત અને અન્ય સમાજ વલખા મારી રહ્યો છે. અહીની.મહિલાઓ માંગ કરી રહી છે કે એમને પાણીની લાઇન જે નાખવામા આવી તેમના દ્વારા મીઠું પાણી ઘરે ઘરે આપવામાં આવે તે પણ યોગ્ય માત્રામાં.