Not Set/ અમદાવાદ: ભારતબંધના વિરોધ વખતે કર્યું હતું આ કારસ્તાન, મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપ્યો

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ભારતબંધના એલાનને પગલે તોડફોડ કરનાર મુખ્ય સૂત્રધારની પોલીસે ધરપકડ કરી છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે SC/ STની એક્ટને લઇને સુપ્રીમકોર્ટે કરેલી ટિપ્પણી બાદ દલિત સમાજના લોકોમાં રોષ ફાટી નિક્ળ્યો હતો. જેન લઇને બે દિવસ પહેલા ભારતબંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાન દલિત સમાજના લોકો […]

Top Stories
DALIT અમદાવાદ: ભારતબંધના વિરોધ વખતે કર્યું હતું આ કારસ્તાન, મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપ્યો

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ભારતબંધના એલાનને પગલે તોડફોડ કરનાર મુખ્ય સૂત્રધારની પોલીસે ધરપકડ કરી છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે SC/ STની એક્ટને લઇને સુપ્રીમકોર્ટે કરેલી ટિપ્પણી બાદ દલિત સમાજના લોકોમાં રોષ ફાટી નિક્ળ્યો હતો. જેન લઇને બે દિવસ પહેલા ભારતબંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાન દલિત સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું.

DALIT અમદાવાદ: ભારતબંધના વિરોધ વખતે કર્યું હતું આ કારસ્તાન, મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપ્યો

દેશભરમાં ઠેર-ઠેર વિરોધ અને ચક્કાજામના ધ્શ્યો જોવા મળ્યા હતા. લોકોએ ટાયર સળગાવીને તો મોદીના પોસ્ટર ફાડીને વિરોધ કર્યો હતો. ત્યારે શહેરના અમરાઇવાડી વિસ્તારમાં પણ હિંસક બનેલા ટોળાએ વિરોધ કર્યો હતો. વિરોધ તો બરાબર પરંતું દુકાનોમાં તેમજ બાઇકમાં ખુલ્લેઆમ તોડફોડ કરી હતી.

GUJARAT DALIT અમદાવાદ: ભારતબંધના વિરોધ વખતે કર્યું હતું આ કારસ્તાન, મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપ્યો

હિંસક બનેલા ટોળા બાઇકો ઉપર ધોકા મારતા હતા. તેમજ દુકાનોના શટલ પર તોડવાની કોશિશ કરી હતીબાદમાં મથુર એસ્ટેટ , લક્ષ્મી એસ્ટેટ , બી.એમ એસ્ટેટના માલિકોએ આ હિંસક ટોળા વિરુદ્ઘ ગઇકાલે ફરિયાદ નોંધાવી હતી. જો કે તોડફોડ કરનાર ઇસમો સીસીટીવી કેમેરેમાં કેદ થઇ ગયા હતા.

જેને આધારે પોલીસ તપાસ કરતાં મુખ્યસૂત્રધાર પોલીસના સકંજામાં આવી ગયો. આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે જે SC/STની એક્ટને લઇને જે નિવેદન આપ્યું હતું. ત્યારબાદ 6 દિવસમાં જ કેન્દ્ર સરકાર દ્વારા રિવ્યુ પિટીશન દાખલ કરવામાં આવી હતી. જે સુપ્રીમે ફગાવી દીધી હતી અને આ પિટીશનને લઇને ભવિષ્યમાં ચર્ચા કરવાનું કહ્યું હતું.