Not Set/ બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસરની વિવાદાસ્પદ તસવીર સામે આવી,ભગવાન રામની જગ્યાએ પોતાની તસવીર લગાવી

આસિસ્ટન્ટ પ્રોફેસરનું વિવાદાસ્પદ તસવીર સામે આવી છે. તેમણે ભગવાન રામની જગ્યાએ પોતાની અને સીતાની જગ્યાએ પોતાની પત્નીની તસવીર લગાવી છે.

Top Stories India
રામ બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસરની વિવાદાસ્પદ તસવીર સામે આવી,ભગવાન રામની જગ્યાએ પોતાની તસવીર લગાવી

બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના એક આસિસ્ટન્ટ પ્રોફેસરનું વિવાદાસ્પદ તસવીર સામે આવી છે. તેમણે ભગવાન રામની જગ્યાએ પોતાની અને સીતાની જગ્યાએ પોતાની પત્નીની તસવીર લગાવી છે. જે અંગે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વાંધો વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી છે.

 યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ વિભાગમાં 5 ફેબ્રુઆરીથી એક પ્રદર્શન શરૂ થયું છે. આ કલાને લગતું પ્રદર્શન એક મહિના સુધી પ્રદર્શિત થતું રહે છે. જેમાં વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.અમરેશ કુમારે કેલેન્ડર આર્ટના પર્ફોર્મન્સમાં  ભગવાન રામના ચહેરામાં પોતાનું અને  સીતા માતાના  ચહેરા સાથે પોતાની પત્નીની તસવીર લગાવી  છે. આ તસવીર સામે આવતા BHUના કેટલાક વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો છે.

બીજી તરફ આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અમરેશ કુમારે જણાવ્યું કે, તેમણે 10 વર્ષ પહેલાં દિલ્હીમાં એક સમાન કેલેન્ડર પ્રદર્શનમાં પોતાનો અને તેમની પત્નીનો ફોટો પ્રદર્શિત કર્યો હતો. તેઓ માને છે કે આ વિશ્વાસનો વિષય છે. તે પોતાને અને તેના પરિવારને ભગવાન રામના મહાન ભક્ત તરીકે વર્ણવે છે.