Assembly Session/ વિધાનસભાની બેઠક શરૂ થાય તે પહેલા કોંગ્રેસે સરકાર સામે વિવિધ મુદ્દાને લઇને કર્યો જોરદાર વિરોધ

કોંગ્રેસે વિધાનસભાના પગથિયા પર બેસીને સરકાર સામે વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શિત કરી વિધાનસભા ગ્રહમાં કોંગ્રેસ કેવી આક્રમક ભૂમિકા નિભાવશે તેનો પરિચય આપ્યો હતો.

Top Stories Gujarat
10 36 વિધાનસભાની બેઠક શરૂ થાય તે પહેલા કોંગ્રેસે સરકાર સામે વિવિધ મુદ્દાને લઇને કર્યો જોરદાર વિરોધ

વિધાનસભાની બેઠક શરૂ થાય તે પહેલા જ વિપક્ષ કોંગ્રેસે વિધાનસભાના પગથિયા પર બેસીને સરકાર સામે વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શિત કરી વિધાનસભા ગ્રહમાં કોંગ્રેસ કેવી આક્રમક ભૂમિકા નિભાવશે તેનો પરિચય આપ્યો હતો.

૧) ભારતીય પીડિત મહિલા બિલ્‍કીસબાનુના બળાત્‍કારીઓ અને જઘન્‍ય અપરાધીઓની સજામાફી પાછી ખેંચી જેલમાં પૂરવા, (૨) રાજ્‍યમાં હક્ક અને ન્‍યાય મેળવવા માટે ૩૦ કર્મચારી સંગઠનો આંદોલન કરી રહયા છે તેમના પ્રત્‍યે સહાનુભૂતિ દાખવી હક્ક અને ન્‍યાય આપવા, (૩) ઊડતા ગુજરાતમાંથી રોજેરોજ કરોડો રૂપિયાનું ડ્રગ્‍સ પકડાય છે ત્‍યારે ડ્રગ્‍સ માફીયાઓ પર કડક સકંજો રાખી, સખત નશ્‍યત કરી ગુજરાતને નશાની ચુંગાલમાંથી મુક્‍ત કરાવવા, (૪) પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસ-જીવનજરૂરી ચીજવસ્‍તુઓના ભાવ ઘટાડવા અને જીવન જરૂરી ચીજવસ્‍તુઓ પરનો જીએસટી નાબુદ કરાવવા ધારાસભ્‍યશ્રીઓ સર્વશ્રી ગ્‍યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને મહંમદજાવેદ પીરજાદાની માંગણી

ઉલ્લેખનીય છે કે  ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વેનું આખરી ચોમાસું સત્ર આગામી તારીખ 21 અને 22 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે મળી રહ્યું છે. આ બે દિવસમાં હાથ કરવાના કામકાજને લઈને આજે બપોરે 12 વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. જેમાં વિધાનસભાના સત્ર દરમિયાન હાથ ધરવાના કામોની આખરી ઓપ આપવામાં આવશે.

આ બેઠક વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યના વડપણ હેઠળ મળશે. આ બેઠક દરમિયાન વિરોધ પક્ષ દ્વારા માત્ર બે દિવસ માટે બોલાવવામાં આવેલા વિધાનસભાના સત્રનો વિરોધ કરવામાં આવશે તેમજ બે દિવસના બદલે વધુ સમય માટે આ સત્ર બોલાવવું જોઈએ અને પ્રજાના પ્રશ્નો પર ચર્ચા થવી જોઈએ તેવી માગણી કરવામા આવશે.ચોમાસા સત્રના પ્રથમ દિવસે શ્રદ્ધાંજલિ બાદ કામકાજ મુલતવી રાખવામાં આવશે. જ્યારે અંતિમ દિવસે કેટલાક સુધારા વિધયોકો રજૂ કરવામાં આવશે.