Not Set/ સહા બાદ વધુ એક યુવાન ક્રિકેટરે રમી તૂફાની ઇનિંગ્સ, માત્ર ૯૫ બોલમાં ફટકાર્યા ૨૪૦ રન

મુંબઈ, ક્રિકેટની રમતને હંમેશા એક અનિશ્ચિતાઓની રમત કહેવામાં આવતી હોય છે. દિન-પ્રતિદિન ક્રિકેટની રેકોર્ડ બુકમાં કેટલાક જુના રેકોર્ડ તૂટતા હોય છે જયારે કેટલાક રેકોર્ડ ડાયરીના નવા પાના પર નોધાતા હોય છે. આ જ રીતે થોડાક દિવસો પહેલા ભારતીય ટીમના ક્રિકેટર રિદ્ધિમાન સહાએ એક તુફાની સદી ફટકારી હતી ત્યારે હવે અન્ય એક યુવાન ખેલાડીએ પોતાની ધમાકેદાર […]

Sports
fhhhh સહા બાદ વધુ એક યુવાન ક્રિકેટરે રમી તૂફાની ઇનિંગ્સ, માત્ર ૯૫ બોલમાં ફટકાર્યા ૨૪૦ રન

મુંબઈ,

ક્રિકેટની રમતને હંમેશા એક અનિશ્ચિતાઓની રમત કહેવામાં આવતી હોય છે. દિન-પ્રતિદિન ક્રિકેટની રેકોર્ડ બુકમાં કેટલાક જુના રેકોર્ડ તૂટતા હોય છે જયારે કેટલાક રેકોર્ડ ડાયરીના નવા પાના પર નોધાતા હોય છે.

આ જ રીતે થોડાક દિવસો પહેલા ભારતીય ટીમના ક્રિકેટર રિદ્ધિમાન સહાએ એક તુફાની સદી ફટકારી હતી ત્યારે હવે અન્ય એક યુવાન ખેલાડીએ પોતાની ધમાકેદાર બેટિંગના કારણે હજારો ફ્રેન્ડસના દિલ જીતી લીધા છે.

બબલુ યાદવ નામના યુવાન ક્રિકેટરે મુંબઈમાં રમાઈ રહેલી એકેડમી ક્રિકેટ ટુર્નામેન્ટમાં માત્ર ૯૫ બોલમાં ૨૪૦ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. બબલુ યાદવે વિવિધા સનરાઈઝ ક્રિકેટ એકેડમી તરફથી રમતા ક્રોસ મેદાન ક્રિકેટ એકેડમી સામે આ ધમાકેદાર બેવડી સદી ફટકારી હતી.

સનરાઈઝ ક્રિકેટ એકેડમીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમનો આ નિર્ણય ખોટો પુરવાર થયો હતો જયારે ૯ ઓવરમાં માત્ર ૬૦ રનમાં જ ૫ વિકેટ ગુમાવી હતી. પરંતુ ત્યારબાદ બબલુ મેદાન પર આવ્યો હતો અને એક યાદગાર ઇનિંગ્સ રમી હતી.

બબલુ યાદવે પોતાની ઇનિંગ્સ દરમિયાન ૩૫ ચોક્કા અને ૧૫ સિક્સરની મદદથી માત્ર ૯૫ બોલમાં ૨૪૦ રન ફટકાર્યા હતા. બબલુ આ યાદગાર ઇનિંગ્સ બદલ ટીમે ૪૪૯ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો.

આ મેચમાં મેન ઓફ ધ મેચ બબલુ યાદવના આ રેકોર્ડની સાથે વધુ એક પણ બન્યો હતો. આ રેકોર્ડ હતો સૌથી વધુ અંતરથી વિરોધી ટીમને હરાવવી. સનરાઈઝ ક્રિકેટ એકેડમી દ્વારા આપવામાં ૪૫૦ રનના વિશાળ સ્કોરનો પીચો કરતા વિરોધી ટીમ માત્ર ૬૦ રન પર જ તંબુભેગી થઇ ગઈ હતી અને વિવિધાની ટીમે ૩૯૦ રનથી શાનદાર વિજય પોતાના નામે કર્યો હતો.

વિજેતા ટીમ તરફથી સ્પિનર શિવાંગ ગુરયાનીએ ૫ વિકેટ ઝડપી હતી જયારે રાઈટ આર્મ લેગ બ્રેક બોલર અમિત ગર્ગે ત્રણ વિકેટ ઝડપી હતી.

મહત્વનું છે કે, ભારતીય ટીમના ક્રિકેટર રિદ્ધિમાન સહાએ કેટલાક દિવસો પહેલા એક ક્લબ સ્તરની મેચમાં માત્ર ૨૦ બોલમાં સદી ફટકારી હતી. જેમાં સહાએ ૧૪ સિક્સર અને ૪ ચોક્કા ફટકાર્યા હતા.