Statement/ વિચાર્યું નહોતું કે થોડા મહિનામાં 6 કેપ્ટન સાથે કરવું પડશે કામ, રાહુલ દ્રવિડે કેમ આપ્યું આ નિવેદન..જાણો

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનેલા રાહુલ દ્રવિડને લગભગ 8 મહિના પૂરા થઈ ગયા છે, બેંગ્લોરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી શ્રેણીની પાંચમી અને અંતિમ ટી20 મેચ પહેલા રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના કોચ તરીકેની પોતાની સફર વિશે વાત કરી

Top Stories Sports
9 2 1 વિચાર્યું નહોતું કે થોડા મહિનામાં 6 કેપ્ટન સાથે કરવું પડશે કામ, રાહુલ દ્રવિડે કેમ આપ્યું આ નિવેદન..જાણો

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનેલા રાહુલ દ્રવિડને લગભગ 8 મહિના પૂરા થઈ ગયા છે. બેંગ્લોરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી શ્રેણીની પાંચમી અને અંતિમ ટી20 મેચ પહેલા રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના કોચ તરીકેની પોતાની સફર વિશે વાત કરી. આ દરમિયાન રાહુલ દ્રવિડે મજાકમાં કહ્યું હતું કે તેણે શરૂઆતમાં વિચાર્યું ન હતું કે તેણે 6 કેપ્ટન સાથે કામ કરવું પડશે.

રાહુલ દ્રવિડે કહ્યું કે આ સફર અત્યાર સુધી શાનદાર રહી છે, કેટલાક પડકારો પણ હતા. કારણ કે તેણે વિચાર્યું ન હતું કે તેણે પહેલા 8 મહિનામાં 6 કેપ્ટન સાથે કામ કરવું પડશે, પરંતુ કોરોનાના યુગમાં આ સામાન્ય બની ગયું છે. કારણ કે તમારે વર્કલોડને મેનેજ કરવાનું છે, ખેલાડીઓ, દરેક વ્યક્તિ અને કેપ્ટન્સી પણ આમાં સામેલ થાય છે.

નોંધનીય છે કે T20 વર્લ્ડ કપ પછી રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના કોચનું પદ સંભાળ્યું હતું. ત્યારથી તેમણે વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, અજિંક્ય રહાણે, ઋષભ પંત, શિખર ધવનની કપ્તાની હેઠળ કોચ તરીકે કામ કર્યું છે.

કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે જુદા-જદા કેપ્ટન સાથે કામ કરવું તે એક પડકાર છે, પરંતુ નવા લીડર્સને તૈયાર કરવા માટે તે જરૂરી પણ છે.  એક જૂથ તરીકે અમે શીખી રહ્યા છીએ અને સતત સુધારો પણ કરવો પડશે.

રાહુલ દ્રવિડે અહીં પોતાના કોચિંગ કાર્યકાળની સૌથી મોટી નિરાશા પણ કહી. તેણે કહ્યું કે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ નિરાશાજનક હતો, કારણ કે ત્યાં અમે 1-0થી આગળ હતા અને તે પછી પણ અમે શ્રેણી જીતી શક્યા નથી. તે પણ જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અનુસાર તે ખૂબ જ મહત્વપૂર્ણ હતુ. જો કે અમારી વ્હાઇટ બોલની ક્રિકેટમાં ઘણો સુધારો થયો છે.

રાહુલ દ્રવિડે દક્ષિણ આફ્રિકા સાથે ચાલી રહેલી શ્રેણી વિશે પણ વાત કરી, તેણે કહ્યું કે ઘણા સિનિયર ખેલાડીઓની ગેરહાજરી છતાં અમે અહીં પરત પરવામાં સફળ થયા. નોંઘનીય છે કે રાહુલ દ્રવિડની સામે આગામી મોટો પડકાર ઈંગ્લેન્ડનો પ્રવાસ છે, જેના પછી આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ છે.