Not Set/ 26/11નો હુમલો ફિક્સ હતો – ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારીનો ચોંકાવનારો દાવો

મુંબઇની તાજ હોટલ પર થયેલા આતંકી હુમલાને લઇને ગૃહ મંત્રાલયના પૂર્વ અંડર સેક્રેટરી આરવીએસ મણિએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેઓએ 26/11 ના હુમલાને ફિક્સ મેચ કહ્યું હતું. મણિએ દાવો કર્યો હતો કે મુંબઇ હુમલો પાકિસ્તાન અને તે સમયની સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલય વચ્ચે કથિતપણે ફિક્સ હતો. કારણ કે એ દિવસે કેન્દ્રિય ગૃહ મંત્રાલયના અધિકારીઓ આતંકવાદ […]

Top Stories India
26 11 Attack 2 26/11નો હુમલો ફિક્સ હતો – ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારીનો ચોંકાવનારો દાવો

મુંબઇની તાજ હોટલ પર થયેલા આતંકી હુમલાને લઇને ગૃહ મંત્રાલયના પૂર્વ અંડર સેક્રેટરી આરવીએસ મણિએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેઓએ 26/11 ના હુમલાને ફિક્સ મેચ કહ્યું હતું. મણિએ દાવો કર્યો હતો કે મુંબઇ હુમલો પાકિસ્તાન અને તે સમયની સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલય વચ્ચે કથિતપણે ફિક્સ હતો. કારણ કે એ દિવસે કેન્દ્રિય ગૃહ મંત્રાલયના અધિકારીઓ આતંકવાદ પર થનારી વાર્ષિક બેઠક માટે ઇસ્લામાબાદમાં ઉપસ્થિત હતા. પહેલા આ હુમલાની તારીખ 25/11 હતી પરંતુ બાદમાં ભારતીય અધિકારીઓ પહોંચ્યા તો તારીખ બદલાવીને 26/11 કરવામાં આવી હતી. આ સમયે મને લખનઉ માટે રવાના કરાયો હતો. ત્યારબાદ મધ્યરાત્રીએ હુમલો થયો હતો.

રાષ્ટ્રીય સુરક્ષા મંચ તરફથી તેની ચર્ચિત પુસ્તક હિંદુ ટેરર-ઇનસાઇડર એકાઉન્ટ ઓફ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર પર આયોજિત વિચારવિમર્શ કાર્યક્રમ માટે મણિ ભોપાલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેના પુસ્તકના હિન્દી સંસ્કરણ ભગવા આતંક એક ષડયંત્ર પર ચર્ચા થઇ હતી. ચૂંટણી પહેલા જ પુસ્તકના વિમોચન અંગે સવાલો પૂછાતા કહ્યું હતું કે પ્રકાશના આમંત્રણ પર ભોપાલ આવ્યા છે. 26 એપ્રિલના રોજ તેના પુસ્તકના હિન્દ સંસ્કરણને લોન્ચ કરાયું હતું.

હિન્દુ આતંકવાદ એક પરિકલ્પના છે જેને કેન્દ્ર સરકારમાં ઉપસ્થિત કેટલાક મોટા નેતાઓ અને પોલિસ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે પ્રચારિત કરાયું હતું. ત્યારબાદ તેને સાબિત કરવા માટે પુરાવાઓ તૈયાર કર્યા. તેના ઉદ્દેશ અંગે કોઇ જાણકારી નથી પરંતુ તેનાથી અસલી આતંકીઓ બચી ગયા હતા.