Not Set/ પી. ચિદમ્બરમ જેલમાં ઉજવશે દિવાળી, કોર્ટમાંથી નિકળતા ફરી ભાજપ પર તંજ કસ્યો

કોંગ્રેસનાં દિગ્ગજનેતા અને પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમની દિવાળી જેલમાં જ વિતશે, કોર્ટ દ્વારા તેમની કસ્ટડીમાં વધારો કરવામાં આવ્યો અને તેમના રિમાન્ડ એક્સ્ટેન્ડ કરવામાં આવ્યાં છે. પરંતુ કોંગ્રેસનાં દિગ્ગજનેતા અને પૂર્વ નાણાંમંત્રી દ્વારા ફરી એક વાર કોર્ટની બહાર નિકળતા નિકળતા પોલીસ જાપ્તામાંથી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને ભાજપ પર તંજ કસ્યો છે. આપને જણાવી […]

Top Stories India
chidambaram modi.jpg.image .784.410 પી. ચિદમ્બરમ જેલમાં ઉજવશે દિવાળી, કોર્ટમાંથી નિકળતા ફરી ભાજપ પર તંજ કસ્યો

કોંગ્રેસનાં દિગ્ગજનેતા અને પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમની દિવાળી જેલમાં જ વિતશે, કોર્ટ દ્વારા તેમની કસ્ટડીમાં વધારો કરવામાં આવ્યો અને તેમના રિમાન્ડ એક્સ્ટેન્ડ કરવામાં આવ્યાં છે. પરંતુ કોંગ્રેસનાં દિગ્ગજનેતા અને પૂર્વ નાણાંમંત્રી દ્વારા ફરી એક વાર કોર્ટની બહાર નિકળતા નિકળતા પોલીસ જાપ્તામાંથી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને ભાજપ પર તંજ કસ્યો છે.

આપને જણાવી દઇએ કે, INX મીડિયા કેસમાં વિશેષ અદાલતે કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમનાં રિમાન્ડ 30 ઓક્ટોબર સુધી વધાર્યા છે. અને કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે ચિદમ્બરમનાં સ્વાસ્થ્યની તપાસ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં કરવામાં આવશે.

કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમને કોર્ટની બહાર નિકળતા સાથે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ‘ચૂંટણી(મહારાષ્ટ્ર-હરિયાણા) પરિણામો પર તમે શું કહેવા માંગો છો?’ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે સવાલનાં જવાબમાં ભાજપ પર તંજ કસતા કહ્યું હતું કે, “શાંત દેશભક્તિએ કહેવાતા ઝનુની રાષ્ટ્રવાદને પરાજિત કર્યો.”

આપને જણાવી દઇએ કે, પી ચિદમ્બરમ દ્વારા તમામ વખતે જ્યારે જ્યારે તેમની ધરપકડ પછી તેમને માધ્યમો સાથે એક વક્યામાં પણ વાત કરવાનો મોકો મળ્યો છે, ત્યારે ત્યારે તેમણે ભાજપ – મોદી સરકાર પર આકરા તંજ કસ્યા છે, પૂર્વે પણ કોર્ટની બહાર આવતા ચિદમ્બરમે 5 અબજ કરોડ શું છે તેવું પુછીને ભાજપ પર તેજ કસ્યો હતો, તો સાથે સાથે અનેક વાર મોદી સરકાર પર આજ રીતે અર્થતંત્ર અને આર્થિક સ્થિતિને લઇને આકરા પ્રહારો કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.