હરિયાણા/ ગુરુગ્રામમાં એક વ્યક્તિએ બે પોલીસ અધિકારીઓને કોરા ચેક આપીને ગાયની તસ્કરી રોકવા અપીલ કરી

દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં એક વ્યક્તિએ પોલીસકર્મીઓને ચેક દ્વારા પૈસા આપવાની ઓફર કરી અને કહ્યું કે જેટલા જોઇઅ તેટલા પૈલા લઇ લો પરંતુ ગાયના તસ્કરો સામે મદદ કરો

Top Stories India
8 2 7 ગુરુગ્રામમાં એક વ્યક્તિએ બે પોલીસ અધિકારીઓને કોરા ચેક આપીને ગાયની તસ્કરી રોકવા અપીલ કરી

દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં એક વ્યક્તિએ પોલીસકર્મીઓને ચેક દ્વારા પૈસા આપવાની ઓફર કરી અને કહ્યું કે જેટલા જોઇઅ તેટલા પૈલા લઇ લો પરંતુ ગાયના તસ્કરો સામે મદદ કરો. હકીકતમાં આ વ્યક્તિએ ગાયની તસ્કરીના મામલામાં કેસ નોંધવાની અપીલ કરી છે.

ગુરુગ્રામના સ્થાનિક રહેવાસી, ચૌધરી સત પ્રકાશ નૈને, એક હિંદુ સંગઠનના વડા હોવાનો દાવો કરીને, ટ્વિટર પર બે પોલીસકર્મીઓને પૈસાની ઓફર કરી અને ગાયની તસ્કરીના મામલામાં કાર્યવાહી કરવા કહ્યું. આ અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, તે બદનક્ષીભરી પોસ્ટ માટે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

આ બાબતે પોલીસ કમિશ્નર કલા રામચંદ્રને કહ્યું, “વિવિધ જિલ્લાઓમાં વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કેસ છે. અત્યારે અધિકારીઓ વિરોધ પ્રદર્શનને લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે, તેથી આ ટ્વીટ અમારી પ્રાથમિકતા યાદીમાં નથી. એકવાર અમે ફ્રી થઇ જઇશું પછી આરોપીઓ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરીશું.

ચૌધરી સત પ્રકાશ નૈને તેમના ટ્વીટ સાથે બે કોરા ચેકનો ફોટો પોસ્ટ કર્યો, જેમાં DCP દક્ષિણ અને SHO ભોંડસી પોલીસ સ્ટેશનને કોઈપણ રકમ ભરવા અને ગાયના દાણચોરો સામે મદદ કરવા કહ્યું છે.

તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, “ગુરુગ્રામ પોલીસ, મહેરબાની કરીને જણાવો કે તસ્કરોએ મને મારવા માટે કેટલા પૈસા આપ્યા છે હું તેનાથી વધારે આપીશ તમે કેસ દાખલ કરો. આ કોરા ચેકની નકલો છે. આ સંદર્ભે જયારે  નૈનેનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે જણાવ્યું કે મને આમ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. કારણે કે દરરોજ ગાયોની તસ્કરી થાય છે અને પોલીસકર્મીઓ કોઈ કાર્યવાહી કરતા નથી.

તેણે આરોપ લગાવ્યો મારા ભાઈ મનદીપે 16 જૂને ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે એફઆઈઆર પણ નોંધી ન હતી, જ્યારે 15 થી વધુ આરોપીઓ મને અને મારા ભાઈને મારવા અમારા ઘરે હથિયારો લઈને આવ્યા હતા.

નૈને જણાવ્યું હતું કે હું ટૂંક સમયમાં આ ચેકો સંબંધિત અધિકારીઓને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલીશ કારણ કે મને અને મારા ભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.