Not Set/ વિરાટ કોહલી સાથે વેકેશન પછી વર્ક મોડમાં અનુષ્કા શર્મા, ચકડા એક્સપ્રેસનું શૂટિંગ શરૂ

હાલમાં જ વેકેશન પરથી પરત ફરેલી અનુષ્કા શર્મા હવે ફુલ ઓન વર્ક મોડમાં છે આ વર્ષની શરૂઆતમાં, અભિનેત્રીએ ચકડા એક્સપ્રેસની જાહેરાત સાથે તેની ત્રણ વર્ષની ફિલ્મી કારકિર્દીનો બ્રેક તોડી નાખ્યો હતો

Trending Entertainment
7 2 9 વિરાટ કોહલી સાથે વેકેશન પછી વર્ક મોડમાં અનુષ્કા શર્મા, ચકડા એક્સપ્રેસનું શૂટિંગ શરૂ

હાલમાં જ વેકેશન પરથી પરત ફરેલી અનુષ્કા શર્મા હવે ફુલ ઓન વર્ક મોડમાં છે. આ વર્ષની શરૂઆતમાં, અભિનેત્રીએ ચકડા એક્સપ્રેસની જાહેરાત સાથે તેની ત્રણ વર્ષની ફિલ્મી કારકિર્દીનો બ્રેક તોડી નાખ્યો હતો. અનુષ્કા શર્મા ફિલ્મના સેટ પર પાછી ફરી છે. તેણે આ માહિતી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. લાંબી તૈયારી અને મહેનત બાદ અનુષ્કાએ ક્રિકેટર ઝુલન ગોસ્વામી પર બનેલી બાયોપિકનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ અનુષ્કા શર્મા ફિલ્મ ચકડા એક્સપ્રેસથી પડદા પર વાપસી કરવા જઈ રહી છે. આમાં તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ માટે અનુષ્કાએ ક્રિકેટની ટ્રેનિંગ લીધી છે. છેલ્લા ઘણા સમયથી પાત્રે ન્યાય આપવા અનુષ્કા સતત મહેનત કરી રહી છે. જેના ફોટા અવાર નવાર ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરતી હતી.

અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૂટિંગના પહેલા દિવસનો એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં તેની વેનિટી વેન જોઈ શકાય છે, જેના પર ઝુલન નામ લખેલું છે. આ ઉપરાંત તેને  બે ફોટા પણ શેર કર્યા છે. જેમાં એક ફોટામાં ક્રિકેટનો બોલ છે જયારે બીજા ફોટામાં છકડા એક્સપ્રેસમાં ક્લેપબોર્ડ છે.

Instagram will load in the frontend.

અનુષ્કાએ પોસ્ટ કર્યું અને કેપ્શન લખ્યું જયાં મારે હોવુ જોઇએ ત્યાં હું પરત ફરી છું #Chakdaexpress #Shootbegins  અનુષ્કાએ આ પોસ્ટમાં ક્રિકેટર ઝુલન ગોસ્વામીને પણ ટેગ કર્યા છે. આ ફોટો પર ઝુલને ક્યૂટ રિએક્શન આપ્યું છે.

જયારે અભિનેતા રણવીર સિંહે પણ આ પોસ્ટ પર હાર્ટ અને ક્રિકેટ બેટના ઇમોજી પર પ્રતિક્રિયા આપી હતી. હવે જો પત્નીના કામની વાત કરીએ તો પતિ વિરાટ કોહલી પણ પોતાના લેડી લવને સપોર્ટ કરવામાં કેવી રીતે પાછળ રહી શકે છે. વિરાટે પણ અનુષ્કાની પોસ્ટ પર રેડ હાર્ટ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી હતી.

Untitled .. વિરાટ કોહલી સાથે વેકેશન પછી વર્ક મોડમાં અનુષ્કા શર્મા, ચકડા એક્સપ્રેસનું શૂટિંગ શરૂ

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી અનુષ્કા શર્મા થોડા દિવસો પહેલા પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે રજાઓ ગાળીને માલદીવથી પરત ફરી છે. અભિનેત્રીએ વેકેશનના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેને ચાહકોએ પણ ખૂબ પસંદ કર્યા હતા.