Earthquake/ કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

ફરી એક વાર કચ્છમાં ઘરા ધ્રુજી ઉઠી હતી, કચ્છના રાપર નજીક આજે સાંજે 7.41 કલાકે ભૂકંપનો આસપાસ 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 04 30T202857.017 કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

Kutch News: ફરી એક વાર કચ્છમાં ઘરા ધ્રુજી ઉઠી હતી, કચ્છના રાપર નજીક આજે સાંજે 7.41 કલાકે ભૂકંપનો આસપાસ 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિમી દૂર નોંધાયું છે. ભૂંકપના કારણે હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ લોકોમાં ભય પેસી ગયાં છે. આ આંચકો આવ્યો ત્યારે ઘણા લોકોને આ આંચકો અનુભવાયો નથી પરંતુ જે લોકોએ આ આંચકો અનુભવ્યો હતો તે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.

કચ્છમાં શા માટે  વારંવાર આવે છે ભૂકંપ?

કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા હોય તેવુ આપણે સાંભળીએ છીએ. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન અનુસાર આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય  છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે.

ભૂકંપ કેવી રીતે માપવામાં આવે છે ?

રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ,  પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ

આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ