ચલો બુલાવા આયા હે.../ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની દિલ્હી યાત્રા.. ગુજરાત વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે!

હાઇકમાન્ડ સાથએની બેઠમાં ગુજરાતનીચૂંટણીને લઇને કેવી રણનીતિ તૈયાર થશે તે જાણવાની ઉત્સુક્તા હોવી સહજ છે

Top Stories Gujarat
3 27 મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની દિલ્હી યાત્રા.. ગુજરાત વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે!

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે આજે અચાનક જ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને દિલ્હીનું તેડું આવ્યું છે. ત્યારે ચૂંટણીને લઇને અટકળો વધૂ પ્રબળ બની રહી છે. હાઇકમાન્ડ સાથએની બેઠમાં ગુજરાતનીચૂંટણીને લઇને કેવી રણનીતિ તૈયાર થશે તે જાણવાની ઉત્સુક્તા હોવી સહજ છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બેઠક સામાન્ય ન બનતા ખાસ બની રહે તેવા એંધાણ છે.

સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે આજે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત થઇ છે અને ગુજરાતની ચૂંટણીની જાહેરાતની રાહ જોવાઇ રહી છે. જો કે હવે ગુજરાત ઇલેક્શનની જાહેરાતને પણ ગણતરીના દિવસો બાકી છે.  ત્યારે એવા અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં 182 વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીની આખરી પેનલ તૈયાર કરવા માટે થઈને, તેમજ ચૂંટણી દરમિયાન ઊભી થનારી સંભવિત પરિસ્થિતિ સંદર્ભે રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ગૌરવ યાત્રા સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવ્યા છે. આ મામલે પણ ચર્ચા કરવામાં આવશે. સેન્ટ્રલ આઇબીએ આગામી વિધાનસભા ચૂંટણીલક્ષીને જે રિપોર્ટ આપ્યો છે તે સંદર્ભે પણ ચર્ચા થશે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે સાંજે દિલ્હી જવા રવાના થયા છે. પાર્ટીના હાઈકમાન્ડ જેપી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતની કોર કમિટી સાથે બેઠક કરશે અને માઇક્રો પ્લાનિંગ પૂર્ણ કરશે. આગામી સપ્તાહ દરમિયાન  દિવાળીના દિવસોને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વની જાહેરાતો પણ થઈ શકે છે.

નોંધનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જે રીતે ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તે હાઈકમાન્ડ માટે ચિંતાનો વિષય બન્યો છે. માટે આ બેઠકમાં એ પ્રકારના પ્લાન તૈયાર કરવાની રણનીતિ બનાવવામાં આવશે જેના કારણે ભાજપ વધારે બેઠકો પર જીત મેળવી શકે, ઉપરાંત આપના સુપડા સાફ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. વિધાનસભા 2022ની રણનીતિ આગામી 2024ની લોકસભાની રણનીતિ બની રહે, તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.