કાર્યવાહી/ નકલી અને નબળી ગુણવત્તાની દવાઓ બનાવનારાઓ પર કાર્યવાહી, 18 કંપનીઓના લાયસન્સ રદ

ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓ સામે વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે. DCGI એ 76 ફાર્માસ્યુટિકલ કંપનીઓની તપાસ કરી છે.

Top Stories India
દવાઓ

નકલી દવાઓ અને ખરાબ ગુણવત્તાની દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. આ સાથે જ આ કંપનીઓને મેન્યુફેક્ચરિંગ બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. તેમાંથી 3 ફાર્મા કંપનીઓની વિશેષ ઉત્પાદનોની પરવાનગી રદ કરવામાં આવી છે.

ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓ સામે વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે. DCGI એ 76 ફાર્માસ્યુટિકલ કંપનીઓની તપાસ કરી છે. ટીમે 20 રાજ્યોમાં આ કાર્યવાહી કરી હતી. DCGI એ 26 ફાર્મા કંપનીઓને કારણ બતાવો નોટિસ પણ જારી કરી છે. આ અભિયાન લગભગ 15 દિવસ સુધી ચલાવવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે આ પહેલા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી દવાઓને લઈને એમેઝોન અને ફ્લિપકાર્ટને નોટિસ મોકલવામાં આવી છે. જેમાં એમેઝોન અને ફ્લિપકાર્ટે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940નું ઉલ્લંઘન કર્યું હોવાનું લખવામાં આવ્યું છે. આ નોટિસ એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત લગભગ 20 કંપનીઓને આપવામાં આવી છે જે દવાઓ ઓનલાઈન વેચે છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી અદાલતે દવાઓના ઓનલાઈન વેચાણ પર ઘણી વખત પ્રતિબંધ મૂક્યો છે.

DCGI એ પૂછ્યું છે કે આ ઉલ્લંઘન બદલ તેની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. DCGIની સૂચના પર એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. DCGI અનુસાર, માન્ય લાયસન્સ વિના ઓનલાઈન દવાનું વેચાણ તેની ગુણવત્તા પર ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને DCGIએ આ પગલું ભર્યું છે.

આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા દિલ્હી હાઈકોર્ટે માન્ય DGCI લાયસન્સ વિના દવાઓ વેચતી ત્રણ ઈ-ફાર્મસી શોધી કાઢી હતી. આ મામલે ડ્રગ કંટ્રોલરને કાર્યવાહી કરવા જણાવાયું હતું.

આ પણ વાંચોઃ જામનગર/માવઠાના સ્વરૂપમાં કુદરતના પ્રહાર પછી ખેડૂત બન્યો ઠગ ટોળકીનો શિકાર

આ પણ વાંચોઃ ગાંધીનગર/રાહુલ ગાંધી મુદ્દે ગુજરાત વિધાનસભામાં હોબાળો,કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગૃહમાંથી સસ્પેન્ડ

આ પણ વાંચોઃ અમદાવાદ/હાટકેશ્વર ફ્લાયઓવર બન્યો ભ્રષ્ટાચારનો પુલ, 50 વર્ષનો હતો દાવો, 5 વર્ષમાં તોડી પાડવાની નોબત