ગાંધીનગર/ રાહુલ ગાંધી મુદ્દે ગુજરાત વિધાનસભામાં હોબાળો,કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગૃહમાંથી સસ્પેન્ડ

રાહુલ ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવ કર્યા હતા. વિધાનસભા પ્રવેશ દ્વાર પાસે ધારાસભ્યોએ નારેબાજી કરી હતી. રાહુલ ગાંધી સામે થયેલ કાર્યવાહીનો ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો.

Gandhinagar Top Stories Gujarat
રાહુલ ગાંધી

ગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટ દ્વારા માનહાનિ કેસમાં 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ સંસદ સભ્ય પદ લોકસભામાંથી રદ કરી દેવામાં આવ્યું હતું. જેને લઈને દેશભરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવ કર્યા હતા. વિધાનસભા પ્રવેશ દ્વાર પાસે ધારાસભ્યોએ નારેબાજી કરી હતી. રાહુલ ગાંધી સામે થયેલ કાર્યવાહીનો ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો.  વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

રાહુલ ગાંધી ની સભ્યતા રદ કરાતા યૂથ કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. વિપક્ષના અનેક સભ્યો કાળા કપડાં પહેરીને સંસદ ભવનમાં પહોંચ્યા છે. આજે સભ્યતા રદ કરવાનો મુદ્દો કોંગ્રેસ સંસદમાં ઉઠાવશે. ત્યારે રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસનો રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે. કાળા કપડાં પહેરી ગુજરાત કોંગ્રેસ નેતાઓએ વિધાનસભાના પગથિયે વિરોધ દર્શાવ્યો.

આ અંગે અમિત ચાવડાએ કહ્યું કે, 23મી માર્ચે અંગ્રેજીઓ આપણા ક્રાંતિવીર ભગતસિંહને સજા સંભળાવી હતી. આ 23મી માચે નવા અંગ્રેજોના શાસનમાં એક ગાંધીને સજા સંભળાવવામાં આવી. ખોટી રીતે કેસો ઊભા કરી, નિયમોનું ઉલ્લંઘન કરી કાર્યવાહી કરી. આ કાર્યવાહી પછી તરત તેમનું સભ્યપદ રદ કરવા પાછળનો હેતુ એ હતો કે નરેન્દ્રભાઈ અને અદાણી વચ્ચે જે સંબંધો છે એ શું સંબંધો છે તે દેશની જનતા જાણવા માગતી હતી. અદાણીની સેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયાનું બેનામી રોકાણ ક્યાંથી આવ્યું, આ રોકાણ કોનું હતું. એ દેશની જનતા જાણવા માગે છે. તેની તપાસ માટે JPC માગવામાં આવી હતી. આ મુદ્દો રાહુલ ગાંધીએ પાર્લામેન્ટમાં ઉઠાવ્યો ત્યારે તેમને રોકવામાં આવ્યા અને તેનું ભાષણ પાર્લામેન્ટમાંથી હટાવવામાં આવ્યું.

વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજની વિધાનસભા કાર્યવાહીમાંથી તમામ કોંગ્રેસનાં ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા છે. ગૃહમાં ઉગ્ર વિરોધને પગલે કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોને વેલમાંથી પણ દૂર કરાયા છે. આ સાથે વિધાનસભાનાં અધ્યક્ષે ગૃહનો સમય ન બગાડવા પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:ખેરાલુમાં રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત

આ પણ વાંચો:ભરૂચ GIDCમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાના ગોટે ગોટા

આ પણ વાંચો:કાર્યક્રમ અધુરો છોડીને ગૃહરાજ્ય મંત્રી સાબરમતી સેન્ટ્રલ જેલ પહોચ્યા, અનેક તર્ક વિતર્ક

આ પણ વાંચો:કેશોદમાં ફિનાઈલ પીને 3 શ્રમિકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કહ્યું – અમારી જોડે ખોટી ખંડણી કરાય છે

આ પણ વાંચો:હવે આ ખાસ સુવિધા પર તૈયાર થશે શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ અને જમવાનું