Hardik Natasa Wedding/ હાર્દિક પંડ્યા આજે ઉદયપુરમાં નતાશા સાથે કરશે લગ્ન, જાણો તમામ વિધિઓની વિગતો

હાર્દિક અને નતાશાના લગ્નમાં હાજરી આપવા માટે ઘણા ક્રિકેટ અને બોલિવૂડ સેલેબ્સ ઉદયપુર જવા રવાના થયા છે, જેમાં ન્યૂલી વેડ કપલ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ અને વિરાટ અનુષ્કાનો સમાવેશ થાય છે

Sports Entertainment
Hardik Natasa Wedding

Hardik Natasa Wedding: ભારતીય T20 ક્રિકેટ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે. ઉદયપુરમાં સોમવારથી લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે અને આગામી બે દિવસ સુધી ચાલશે. લગ્ન 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના રોજ થશે. આ પહેલા બંનેએ 31 મે 2020ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે આ વખતે બંને પરંપરાગત રીત રિવાજ મુજબ લગ્ન કરશે. આ સમારોહ ઉદયપુરની રેફલ્સ હોટલમાં યોજાશે. રસપ્રદ વાત એ છે કે આ કપલના લગ્નમાં તેમનો પુત્ર અગસ્ત્ય પણ હાજર રહેશે.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક સોમવારે (Hardik Natasa Wedding) લગ્નમાં હાજરી આપવા ઉદયપુર પહોંચ્યા હતા. પરિવારના સભ્યો અને ભારતીય ક્રિકેટર ઈશાન કિશન પણ તેમની સાથે આવ્યા છે. લગ્નની વિધિ સાંજે શરૂ થઈ હતી, જે 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહેંદી સેરેમની સોમવારે થઈ હતી જ્યારે મંગળવારે હલ્દી અને સંગીત જેવા કાર્યક્રમો યોજાશે.

હાર્દિક અને નતાશાના લગ્નમાં હાજરી આપવા માટે ઘણા ક્રિકેટ અને બોલિવૂડ સેલેબ્સ ઉદયપુર જવા રવાના થયા છે. જેમાં ન્યૂલી વેડ કપલ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ અને વિરાટ અનુષ્કાનો સમાવેશ થાય છે. તેઓ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 2020 માં કોરોના દરમિયાન લગ્ન કર્યા. તેઓ 3 વર્ષના પુત્રના માતા-પિતા પણ છે. જયારે 2020 માં તેમના લગ્નમાં ઘણા લોકો હાજરી આપી શકયા નથી. તેથી જ આ કપલે ભવ્ય લગ્ન કરવાનું આયોજન કર્યું હતું અને આજે આ કપલ ઉદયપુરમાં ફરી લગ્નના બંધનમાં બંધાઈ રહ્યું છે. કપલ તેમના પુનર્લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આગલા દિવસે, હાર્દિક, નતાશા અને તેમનો પુત્ર પણ એક સરખા બ્લેક આઉટફીટમાં જોવા મળ્યા હતા.  ચાહકો પણ તેમના લગ્નને લઈને ખૂબ જ ઉત્સુક છે.

Entertenment/મહાઠગને જેલમાં સતાવી રહી છે ગર્લફ્રેન્ડની યાદ, સુકેશ ચંદ્રશેખરે જેકલીનને આ રીતે કર્યો વેલેન્ટાઈન વિશ

સિડ-કિઆરા રિસેપ્શન/સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટારનો જમાવડો