Entertenment/ મહાઠગને જેલમાં સતાવી રહી છે ગર્લફ્રેન્ડની યાદ, સુકેશ ચંદ્રશેખરે જેકલીનને આ રીતે કર્યો વેલેન્ટાઈન વિશ

સુકેશ ચંદ્રશેખરનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જેકલીન ફર્નાન્ડિસને વેલેન્ટાઈન ડે પર શુભેચ્છા પાઠવતો જોવા મળી રહ્યો છે

Entertainment
Sukesh-Jacqueline

Sukesh-Jacqueline: બોલિવૂડ સુપરસ્ટાર જેકલીન ફર્નાન્ડીઝનું નામ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું છે. ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોના સમાચારોને કારણે જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ ચર્ચામાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પૂછપરછ દરમિયાન જેકલીન અને સુકેશ વચ્ચેની નિકટતા બહાર આવી હતી. દરમિયાન, સુકેશ ચંદ્રશેખરનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જેકલીન ફર્નાન્ડિસને વેલેન્ટાઈન ડે પર શુભેચ્છા પાઠવતો જોવા મળી રહ્યો છે.

ફ્રી પ્રેસ જર્નલે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં 200 કરોડની છેતરપિંડી કેસમાં દોષિત સુકેશ ચંદ્રશેખર મીડિયાના સવાલોના જવાબ આપતા જોવા મળી રહ્યા છે. સુકેશ ચંદ્રશેખર કહે છે કે- હું આ વિશે કંઈ કહેવા માંગતો નથી અને તેની પાછળ કોઈ કારણ નથી. આ પછી સુકેશને પૂછવામાં આવ્યું કે શું તમે હજુ પણ જેકલીનને પ્રેમ કરો છો. આ સવાલનો જવાબ આપતા સુકેશ ચંદ્રશેખર કહેતા જોવા મળે છે કે- મારી તરફથી હેપ્પી વેલેન્ટાઈન ડે. નોંધનીય છે કે સુકેશનો આ વીડિયો કોર્ટમાં હાજરી આપવા જતો હતો તે સમયનો છે.

Conman Sukesh Chandrashekhar wishes actress #JacquelineFernandez a happy Valentine’s Day.#BollywoodNews pic.twitter.com/clZGVr1TtV

— Free Press Journal (@fpjindia) February 14, 2023

રિપોર્ટ અનુસાર, EDની પૂછપરછ દરમિયાન જેકલીન ફર્નાન્ડિઝે ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર અને તેના સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. જેકલીન ફર્નાન્ડિસે જણાવ્યું કે- તે સુકેશને તેના સપનાનો રાજકુમાર માનવા લાગી, તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ સુકેશની વાસ્તવિકતા જાણીને અભિનેત્રીનું દિલ તૂટી ગયું અને તે પ્રેમમાં છેતરાઈ ગઈ.

PM Modi/કર્ણાટક પ્રવાસ દરમિયાન અભિનેતા યશ અને ઋષભ શેટ્ટીને મળ્યા PM મોદી, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ વિશે કહી આ મોટી વાત

Video/શાહરૂખ ખાને નયનતારાને કરી Kiss, ચેન્નાઈમાં એક સાથે જોવા મળ્યા સ્ટાર્સ, વીડિયો વાયરલ