મુંબઇ,
બોલિવૂડના ‘બાજીરાવ-મસ્તાની’ એટલે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન કોંકણી રીતી-રિવાજથી બુધવારે ઇટલીના લોમ્બોર્ડીમાં લેક કોમો પર બનેલ વિલા ડેલ બાલબિયાનેલોમા થયા હતા. આ પ્રસંગમા પરિવારજનો અને બોલિવૂડ અમુક જ સ્ટાર હાજર રહ્યા હતા.
કરોડો લોકોમાં ભારે ઉત્તેજના ઉભી કરનાર આ મેરેજમાં સફેદ અને ગોલ્ડન કલરથી થીમ છવાઇ હતી.દીપવીરના લગ્નની ચોરી સફેદ ફુલોથી સજાવવામાં આવી હતી.વર વધુ અને મહેમાનોએ પણ ક્રીમ અથવા તો ગોલ્ડન કલરના ડ્રેસ પહેર્યા હતા.રણવીરના પિતાએ પણ ક્રીમ-સફેદ રંગનો લોંગ કુર્તા પહેર્યો હતો.લગ્ન જે સ્થળે થયા તે વિલાને પણ સફેદ ફુલોથી સજાવવામાં આવી હતી.
જણાવીએ કે લગ્નના વીડીયો અને ફોટા લિક ના થાય તેનું સ્ટાર્સે પૂરું ધ્યાન રાખ્યું હતું. તેમ છતાં પણ પાસ બોટ દ્રારા કેટલાક ફોરો અને વીડીયો સોશિયલ મીડિયા ઘણા વાયરલ થઇ ગયા છે. જોકે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તરફથી કોઈ પણ ઓફિસિયલ ફોટા કે વીડીયો શેર કરવામાં આવ્યા નાથી. ઘણા મીડિયા હાઉસેસના બોલિવૂડ જર્નલિસ્ટે મોકા પર તસ્વીર કેપ્ચર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં સંપૂર્ણપણે સફર થઇ શક્યા નથી.
https://www.instagram.com/p/BqKgTvlD_uT/?utm_source=ig_embed
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના મેરેજ હાલ કોંકણી રિવાજથી સંપન્ન થયા ચુક્યા છે. ફોટા ક્લીયર તો નથી જોઈ શકતા પરંતુ એ જોઈ શકાય છે કે દીપિકા અને રણવીરને સફેદ રંગના કપડા જોઈ શકાય છે. હાલ તો આ ન્યુ કપલના સારા ફોટાની રાહ જોવામાં આવી રહી છે.
https://www.instagram.com/p/BqKjwFJDasr/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે ગુરુવારે એટલે કે આજે તેઓ એકવાર ફરી સિંધી રિવાજથી લગ્ન કરશે. દીપવીરના મેરેજની તસ્વીરો જોવા માટે ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હાલ તો તેઓ ક્યારે ઓફિસિયલ ફોટો અને વીડીયો શેર કરશે તેની કોઈ માહિતી મળી રહી નથી.
https://www.instagram.com/p/BqKhDlTj1Gb/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BqKcy7EDQSV/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BqKdI7XjEuS/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BqKfrWZjvof/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BqKfcsbDg8g/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BqKfUlLjekt/?utm_source=ig_embed
ઉલ્લેખનીય છે કે દીપવીરે તેમના લગ્નને ઘણા પ્રાઇવેટ રાખ્યા છે. લગ્ન સમારોહમાં લગભગ 40 મહેમાનો શામિલ થયા છે. તેમના લગ્ન ફોટા સોશિયલ મીડિયા પર જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ બંને સમારોહને પ્રાઇવેટ રીતે કરવાની કોશિશ કરી રહ્યા છે.
