મુંબઈ,
દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની ગત ૨૪ માર્ચના રોજ પ્રી એન્ગેજમેન્ટ યોજાઈ હતી, ત્યારે હવે તેઓ ટુંક જ સમયમાં સગાઇ કરવાના છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બંનેની સગાઇ ૩૦ જૂનના રોજ મુંબઈ સ્થિત એન્ટીલિયામાં યોજાશે. આ સ્પેશિયલ પાર્ટીમાં બોલીવુડના કિંગ શાહરુખ ખાન ખાસ ઉપસ્થિત રહેવાના છે અને કિંગ ખાન આ પાર્ટીમાં પરફોર્મન્સ પણ આપવાના છે.

બીજી બાજુ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઇ માટે મહેમાનોને આમંત્રણ આપવા માટે એક સ્પેશિયલ ડીજીટલ કાર્ડ પણ બનાવવામાં આવ્યું છે. આ કાર્ડમાં આકાશ અંબાણી અને શ્લોકાની તસ્વીરોની સાથે મહેમાનોને સગાઈની તારીખ અને સમય અંગે જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત સ્પેશિયલ ડીજીટલ કાર્ડમાં બંનેની તસ્વીર અને SA (શ્લોક-આકાશ)ના લોગો સાથે થઇ રહી છે, તેમજ આ કાર્ડમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક સુપરહિટ ફિલ્મ “કાઈ પો છે”નું એક ગીત પણ આપવામાં આવ્યું છે.
અન્ય એક રિપોર્ટ અનુસાર, ચાલુ વર્ષના અંતમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્નના બંધનમાં બંધાશે. નોધનીય છે કે, શ્લોકા મહેતા પ્રખ્યાત હીરા વે[વેપારી રસેલ મહેતાની દીકરી છે.
મહત્વનું છે કે, આ પહેલા ૨૪ માર્ચના રોજ ગોવામાં બંનેની પ્રી એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી અને આ દરમિયાન આકાશ અને શ્લોકાનું એક શાનદાર ફોટોશૂટ પણ કરવામાં આવ્યું હતું.
