દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મ છપાકમાંથી થોડો બ્રેક લીધો છે અને રણવીર સિંહે પણ ફિલ્મ 83ના શૂટિંગમાંથી બ્રેક લીધો છે અને બંને લંડન જવા માટે રવાના થયા છે. તેઓ બંને જણા કૂલ લુકમાં એરપોર્ટ પર સ્પોટ થયા હતા. વાસ્તવમાં દીપિકા તેના મેડમ તુસાદ ખાતેના મ્યુઝિયમના ઉદ્ધાટન માટે લંડન જવા રવાના થઈ છે.
રણવીર જાતે જ ગાડી ડ્રાઇવ કરીને એરપોર્ટ પર આવ્યો હતો. તે બંને ખૂબ ખુશ દેખાતા હતા. કપલ એકબીજાનો હાથ પકડીને એરપોર્ટમાં દાખલ થયું હતું. રણવીર હંમેશાંની જેમ તેના વાઇબ્રન્ટ લુકમાં જોવા મળ્યો હતો. જ્યારે દીપિકા ઓરેન્જ જમ્પસૂટમાં જોવા મળી હતી.


