ભાવવધારો/ આજે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો,જાણો નવા ભાવ

આજે ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતમાં 47 થી 53 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડિઝલની કિંમતમાં પણ 53 થી 58 પૈસાનો વધારો થયો છે.

Top Stories India
2 46 આજે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો,જાણો નવા ભાવ

તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતમાં 47 થી 53 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડિઝલની કિંમતમાં પણ 53 થી 58 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 99.11 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડિઝલ 90.42 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 113.88 રૂપિયા અને ડિઝલની કિંમત 98.13 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 108.53 રૂપિયા છે જ્યારે ડિઝલની કિંમત 93.57 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પણ પેટ્રોલ 104.90 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ 95.00 રૂપિયા પ્રતિ લિટર છે. જણાવી દઈએ કે ગયા વર્ષે 4 નવેમ્બરથી આ બંને ઈંધણની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

સરકારના રાજકીય વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે તેલ કંપનીઓને ભાવ વધારવાથી રોકી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડિઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલર્સનું કહેવું છે કે છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે  મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

જાણો તમારા શહેરમાં કિંમત કેટલી છે
તમે SMS દ્વારા પણ પેટ્રોલ અને ડિઝલની કિંમત જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જઈને તમારે RSP અને તમારો સિટી કોડ લખવો પડશે અને તેને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે, જે તમને IOCLની વેબસાઇટ પરથી મળશે.