Not Set/ પેન્ગોંગ લેક કિનારે ગોરખા જવાનોનો ડાન્સ, કેન્દ્રીય મંત્રીએ શેર કર્યો વીડિયો, લોકોને આવ્યો પસંદ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આ વીડિયો શેર કર્યો છે. જેમાં પેંગોંગ લેક પર જ ભારતીય જવાન ડાન્સ કરી રહ્યા છે. તે બિન્દાસ નાચી રહ્યા છે.

Top Stories India
ezgif.com gif maker 13 પેન્ગોંગ લેક કિનારે ગોરખા જવાનોનો ડાન્સ, કેન્દ્રીય મંત્રીએ શેર કર્યો વીડિયો, લોકોને આવ્યો પસંદ

લગભગ એક વર્ષ સુધી લદ્દાખના પેન્ગોંગ ત્સો સરોવર (Pangong Tso Lake)ની નજીક ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ટેન્શન જોવા મળ્યું હતું. હવે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આ વીડિયો શેર કર્યો છે. જેમાં પેંગોંગ લેક પર જ ભારતીય જવાન ડાન્સ કરી રહ્યા છે. તે બિન્દાસ નાચી રહ્યા છે.

નાચો સારે જી ભરકે…

તેનું કેપ્શન તેઓ લખે છે, ‘ઘણું સારુ લાગે છે જ્યારે જવાન એન્જોય કરે છે. બહાદુર ઇન્ડિયન આર્મીના ગોરખા જવાન પોતાના સાથીઓની સાથે ફુલ મ્યુઝિક ચલાવીને પેંગોંગ ત્સો લેક પર મસ્તી કરતા. વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે બે જવાન ડાન્સ કરી રહ્યા છે. બાકીના જવાન પાછળથી અવાજ કરી રહ્યા છે. તેમનો જુસ્સો વધારી રહ્યા છે.

આર્મી ચીફ એમએમ નરવણે (MM Narvane)એ ગુરુવારે પેંગોંગ લેક વિવાદ પર કહ્યું કે ચીનની સાથે સમજૂતી પછી પેંગોંગ લેકમાં ભારત માટે ખતરો થોડોક ઘટ્યો છે. પરંતુ બિલકુલ સમાપ્ત નથી થયો. મહત્વનું છે કે એ વાતની કોઇ જાણકારી નથી કે કિરણ રિજ્જીજુ દ્ધારા શેર કરવામાં આવેલો આ વીડિયો કેટલો જુનો છે.