Not Set/ સંવેદના સંસ્થા દ્વારા સત્વ ડ્રાઈવ-2નું પ્રારંભ, 300 બાળકો અને 200 માતાઓને અપાશે પૌષ્ટિક આહાર

અમદાવાદ, આજ રોજ અમદાવાદમાં કુપોષણ જેવી ગંભીર સામાજિક સમસ્યાને ડામવા માટે સરકારના પોષણ અભિયાનને ટેકો આપતા સંવેદના સંસ્થા દ્વારા સત્વ ડ્રાઈવ-2 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે આ ડ્રાઈવ અંતર્ગત 300 દિવસ સુધી અમદાવાદના આંગણવાડીના બાળકો તેમજ તેમની માતાઓને કુપોષણ વિષે માહિતી તેમજ સ્વચ્છતાની જાણકારી આપવામાં આવશે. તદુપરાંત સગર્ભા માતા અને કુપોષણથી […]

Top Stories Gujarat
malnutrition સંવેદના સંસ્થા દ્વારા સત્વ ડ્રાઈવ-2નું પ્રારંભ, 300 બાળકો અને 200 માતાઓને અપાશે પૌષ્ટિક આહાર

અમદાવાદ,

આજ રોજ અમદાવાદમાં કુપોષણ જેવી ગંભીર સામાજિક સમસ્યાને ડામવા માટે સરકારના પોષણ અભિયાનને ટેકો આપતા સંવેદના સંસ્થા દ્વારા સત્વ ડ્રાઈવ-2 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આપને જણાવી દઈએ કે આ ડ્રાઈવ અંતર્ગત 300 દિવસ સુધી અમદાવાદના આંગણવાડીના બાળકો તેમજ તેમની માતાઓને કુપોષણ વિષે માહિતી તેમજ સ્વચ્છતાની જાણકારી આપવામાં આવશે. તદુપરાંત સગર્ભા માતા અને કુપોષણથી પીડિત બાળકોને સંવેદના સંસ્થા દ્વારા પૌષ્ટિક આહાર પણ આપવામાં આવશે.
આ સંવેદના સંસ્થા પ્રયાસ છે જે અંતર્ગત આવી તમામ કામગીરી કરવામાં આવશે, જયારે પ્રથમ સત્વ ડ્રાઈવ-1 ની જો વાત કરવામાં તો તે ખુબ સફળ નીવડી હોવાના કારણે આ સંસ્થા દ્વારા અમદાવાદમાં કુપોષણ જેવી ગંભીર સામાજિક સમસ્યાને ડામવા માટે આ વખતે બીજી કામગીરી કરવામાં આવી હતી.
સત્વ સંસ્થા છેલ્લા 16 વર્ષથી નાના ઉથ્થાન માટે કાર્યરત છે. જે બે મહત્વના મુદ્દાઓને અનુલક્ષીને પોતાની કામગીરી કરે છે જેમાં સર્વ પ્રથમ શિક્ષણ અને દ્વિતીય પોષણનો સમાવેશ કરવામાં આવે છે.
જયારે સંવેદના સંસ્થાના ફાઉન્ડર જાનકી વસંત સાથે મંતવ્ય ન્યુઝે સવાલ પૂછ્યા ત્યારૅ તેમણે જણાવ્યું હતું કે, આ સંસ્થાનું કામ માઈક્રો અને મેક્રો ન્યુનટ્રીએન્ટ ડિફિસિએંટ બાળકોને એક્સ્ટ્રા ન્યુટ્રીટીવ સપ્લીમેન્ટ ફૂડ આપવું છે. આ કામગીરી મેડિકલ એક્સપર્ટ્સની માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. આ વખતે આ સંસ્થાએ અમદાવાદની પોતાની કામગીરી શરુ કરી છે, જે 300 બાળકો અને 200 માતાઓના પોષણને ધ્યાનમાં રાખશે અને તેમને અને પોષ્ટીક આહાર પ્રદાન કરશે. જે 200 માતાઓમાં સગર્ભા માતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કુપોષણ જેવી ગંભીર સામાજિક સમસ્યાને ડામવા માટે સરકારના પોષણ અભિયાનને ટેકો આપતા સંવેદના સંસ્થા દ્વારા સત્વ ડ્રાઈવ 2 નું ઉદ્ઘાટન થયું।… આ ડ્રાઈવ અંતર્ગત 300 દિવસ સુધી અમદાવાદના આંગણવાડીના બાળકો તેમજ તેમની માતાઓને કુપોષણ વિષે માહિતી તેમજ સ્વચ્છતાની જાણકારી આપવામાં આવશે ઉપરાંત સગર્ભા માતા અને કુપોષણથી પીડિત બાળકોને સંવેદના દ્વારા પૌષ્ટિક આહાર પણ આપવામાં આવશે… પ્રથમ વખતના પ્રયાસમાં 70 ટકા બાળકોને કુપોષણ થી તંદુરસ્તી તરફ વાળ્યાં પછી સંસ્થાના ફાઉન્ડર જાનકી બહેન દ્વારા આ વખતે પણ 300 દિવસ સુધી બાળકો અને માતાઆના પોષણ માટે ધ્યાન આપવમાં આવશે જેમાં ન્યુટ્રીશન, આંગણવાડીની બહેનો અને પીડિયાટ્રિક પ્રોફેસરોની ટિમ સાથ આપશે।.