Not Set/ ઓઝત નદીના પાણી ફરી વળ્યા ખેતરોમાં, મતીયાણા ગામ સંપર્ક વિહોણુ

જૂનાગઢ, છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પુષ્કળ માત્રામાં વરસાદ ખાબકવાના કારણે મેઘરાજાની માહેર અમુક વિસ્તરોમાં કહેર બની ગઈ છે. ગુજરાતમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં વરસાદે ઘણા વિસ્તારોમાં તબાવી મચાવી દીધી છે. એવામાં જૂનાગઢમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઇ હતી. જેમાં ભારે વરસાદને પગલે ગત રવિવારે જૂનાગઢના માણાવદર […]

Gujarat Others
junagadh poor ઓઝત નદીના પાણી ફરી વળ્યા ખેતરોમાં, મતીયાણા ગામ સંપર્ક વિહોણુ

જૂનાગઢ,

છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પુષ્કળ માત્રામાં વરસાદ ખાબકવાના કારણે મેઘરાજાની માહેર અમુક વિસ્તરોમાં કહેર બની ગઈ છે. ગુજરાતમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં વરસાદે ઘણા વિસ્તારોમાં તબાવી મચાવી દીધી છે.

એવામાં જૂનાગઢમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઇ હતી. જેમાં ભારે વરસાદને પગલે ગત રવિવારે જૂનાગઢના માણાવદર તાલુકાના કોયલાણા ગામમાં ઓઝત નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા.

ગાજવીજ સાથે પડતા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ગત રવિવારના રોજ માણાવદરના મતીયાણા ગામ સહિત પાંચ ગામોમાં પાણી ભરાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એવામાં ઓઝત નદીના પાણી ફરી વળતા મતીયાણા ગામ સંપર્ક વિહોણું થયું હતુ.