Not Set/ પાણીનો બગાડ કરનાર થઇ જજો સાવધાન, સરકાર લાવી રહી છે સજાની જોગવાઈ

પાણીની કિંમત કેટલી તે પાણી માટે લાઇનમાં ઉભો રહે તે હાલમાં જરૂર જાણે છે. ગુજરાતમાં પાણીની કેટલી તંગી છે તેનાથી રાજ્યનાં લગભગ દરેક નાગરિકો જાણીતા છે. તેમ છતા દે ઠોક પાણીનો બગાડ થઇ રહ્યો છે. ઘણીવાર પાણીનો નળ ચાલુ રહી ગયુ હોય અને ત્યાથી પસાર થઇ રહેલો વ્યક્તિ કહે કે આ નળ જરા બંધ રી […]

Gujarat
Infrastructure and wastage પાણીનો બગાડ કરનાર થઇ જજો સાવધાન, સરકાર લાવી રહી છે સજાની જોગવાઈ

પાણીની કિંમત કેટલી તે પાણી માટે લાઇનમાં ઉભો રહે તે હાલમાં જરૂર જાણે છે. ગુજરાતમાં પાણીની કેટલી તંગી છે તેનાથી રાજ્યનાં લગભગ દરેક નાગરિકો જાણીતા છે. તેમ છતા દે ઠોક પાણીનો બગાડ થઇ રહ્યો છે. ઘણીવાર પાણીનો નળ ચાલુ રહી ગયુ હોય અને ત્યાથી પસાર થઇ રહેલો વ્યક્તિ કહે કે આ નળ જરા બંધ રી દો તો સામે જવાબ મળે છે કે તે ડાયરેક્ટ પાણી છે એટલે કે તે તેમની ટાંકીમાં રહેલુ પાણી નથી. એટલે ભલે ને ચાલુ રહે. આવી માનસિકતામાં જીવી રહેલા ગુજરાતીઓ માટે હવે સરકાર એક કડક કાયદો લાવવા જઇ રહી છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં થઈ રહેલા પાણીનાં સતત બગાડને અટકાવવા રાજ્યમાં સરકાર ઘર વપરાશ પાણી પુરવઠા સૌરક્ષણ વિધેયક લાવશે. જેમાં વિતરણ વ્યવસ્થાને નુકસાન કરનારને બે વર્ષની કેદની જોગવાઈ પણ કરવામાં આવશે. પાણી બગાડ કરનારને રૂ.એક લાખનાં દંડની જોગવાઈ પણ હશે. વળી હેતુ ફેર પાણી ઉપયોગ કરનારને રૂ.૨૦ હજારનો દંડ, ગેરકાયદેસર જોડાણ લેનારને રૂ.3થી ૨૦ હજારનો દંડ, બલ્ક પાઈપ લાઈનમાં જોડાણ લેનારને રૂ.પાંચ હજારથી રૂ.એક લાખ સુધીનો દંડની જોગવાઇ હશે. ગેરકાયદે જોડાણ લેનારને ત્રણથી લઈને પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે છે. આ બિલ વર્તમાન સત્રનાં છેલ્લા દિવસમાં ગૃહમાં રજૂ થશે. આ સાથે જ રાજ્યમાં વોટર એપેલેટ ઓથોરિટીની રચના પણ કરવામાં આવશે.

વિધાનસભા સત્રનાં છેલ્લા દિવસોમાં આ વિધેયક આવશે. જેથી જાહેર પાણી વિતરણ વ્યવસ્થાને નુકસાન પહોંચાડનારા વ્યક્તિને બે વર્ષ સુધીની કેદની સજા થશે. આ વ્યક્તિએ એક લાખ અથવા સત્તામંડળને થયેલા નુકસાનની રકમ બંનેમાથી જે વધુ હોય એટલો દંડ થશે. અનધિકૃત જોડાણ કરનાર ને ત્રણ હજારથી લઇ ૨૦ હજાર સુધીનો દંડ થશે.

બલ્ક પાઇપ લાઇનમાં અનધિકૃત જોડાણ મેળવનારને પાંચ હજારથી લઇ એક લાખ રૂપિયા સુધીનો દંડ થશે. એક મહિનાથી લઇ ત્રણ મહિના સુધીની કેદની સજા થશે. પાણી વિતરણ વ્યવસ્થાની સાધન સામગ્રીની ચોરી કરનારને ત્રણ વર્ષ સુધીની કેદની સજા અથવા એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ આ વિધેયકમાં કરવામાં આવશે. પાણી વિતરણ વ્યવસ્થામાં કોઈ પ્રતિબંધિત કૃત્ય કરવામાં આવે તો દરોડો પાડવાની સત્તા સત્તાધિકારીને આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.