Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આધુનિક મશીનરી અને કર્મીઓની ચપળતાથી છેતરપીંડી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આધુનિક મશીનરી અને કર્મીઓની ચપળતાથી છેડછાડ કરેલી 10 એક્સપ્રેસ ટિકિટ પકડાઈ છે.  દિલ્હીનાં  10 પ્રવાસીઓએ અમદાવાદના એજન્ટ પાસેથી 10 ટિકિટ ખરીદી કરી હતી અને અમદાવાદના રાવ ટ્રાવેલ્સના ભેજાબાજ એજન્ટે 1030₹ ની એક્સપ્રેસ ટીકિટમાં એડિટિંગ સોફ્ટવેર મારફતે છેડછાડ કરીને 1260₹ લખી પ્રવાસી પાસેથી 2300 રૂપિયા વધુ વસુલ કર્યા હતા. જેથી આ બાબતે […]

Gujarat Others
ram 4 સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આધુનિક મશીનરી અને કર્મીઓની ચપળતાથી છેતરપીંડી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આધુનિક મશીનરી અને કર્મીઓની ચપળતાથી છેડછાડ કરેલી 10 એક્સપ્રેસ ટિકિટ પકડાઈ છે.  દિલ્હીનાં  10 પ્રવાસીઓએ અમદાવાદના એજન્ટ પાસેથી 10 ટિકિટ ખરીદી કરી હતી અને અમદાવાદના રાવ ટ્રાવેલ્સના ભેજાબાજ એજન્ટે 1030₹ ની એક્સપ્રેસ ટીકિટમાં એડિટિંગ સોફ્ટવેર મારફતે છેડછાડ કરીને 1260₹ લખી પ્રવાસી પાસેથી 2300 રૂપિયા વધુ વસુલ કર્યા હતા.

જેથી આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ કો-ઓર્ડીનેટર અહેસાન અલી સૈયદે કેવડિયા પોલીસ સ્ટેશને પ્રવાસી પાસેથી 2300₹ વધુ લઈને છેતરપિંડી આચર્યાનું ટિકિટ ચેકીંગ વખતે જ ધ્યાને આવતા ફરિયાદ નોંધાવી છે.  વધુમાં નાયબ વહીવટદાર નિલેશ દુબે એ જણાવ્યું હતું કે તાલીમી કર્મીઓ અને આધુનિક સોફ્ટવેરનો ઉપયોગ અત્રે sou ખાતે થતો હોય ડુપ્લીકેટ અથવા છેડછાડ વાળી ટિકિટ લઈને પ્રવેશ કરવો અત્રે શક્ય નથી.

જેથી આ ટિકીટ પકડાઇ છે. પ્રવાસીઓ ને નમ્ર વિનંતી કે souની ટિકિટ soutickets.in પરથી ખરીદવા આગ્રહ રાખવો અથવા statue of unity tickets official નામની એન્ડ્રોઇડ એપ્લિકેશન પરથી બુક કરવા આગ્રહ રાખવો. નોંધનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહિનામાં બીજી વખત આ પ્રકારનો કિસ્સો બહાર આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.