Not Set/ હવે પૂજા ભટ્ટની Bombay Begums વારો, NCPCR એ નેટફ્લિક્સને 24 કલાકમાં પ્રસારણ રોકવા માટે કહ્યું

ઓટીટી પ્લેટફોર્મ દરરોજ નવા વિવાદોને જન્મ આપી રહ્યું છે. એમેઝોન પ્રાઇમ વીડિયોની તાંડવનો વિવાદ હજુ માંડ શાંત થયો છે ત્યાં વધુ એક વેબ સીરીઝ વિવાદોમાં ફસાઇ છે. નેટફ્લિક્સની વેબ સીરીઝ બૉમ્બે બેગમ્સ વિવાદોમાં ઘેરાઇ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રિલીઝ થયેલી આ સીરીઝ પર બાળકોના ખોટા ચિત્રણ કરવાનો આરોપ લાગ્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે […]

Top Stories India Trending Entertainment
Bombay Begums હવે પૂજા ભટ્ટની Bombay Begums વારો, NCPCR એ નેટફ્લિક્સને 24 કલાકમાં પ્રસારણ રોકવા માટે કહ્યું

ઓટીટી પ્લેટફોર્મ દરરોજ નવા વિવાદોને જન્મ આપી રહ્યું છે. એમેઝોન પ્રાઇમ વીડિયોની તાંડવનો વિવાદ હજુ માંડ શાંત થયો છે ત્યાં વધુ એક વેબ સીરીઝ વિવાદોમાં ફસાઇ છે. નેટફ્લિક્સની વેબ સીરીઝ બૉમ્બે બેગમ્સ વિવાદોમાં ઘેરાઇ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રિલીઝ થયેલી આ સીરીઝ પર બાળકોના ખોટા ચિત્રણ કરવાનો આરોપ લાગ્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે (NCPCR) આ વેબ સીરીઝના સ્ટ્રીમિંગને રોકવાની માંગ કરી છે.

24 કલાકમાં રિપોર્ટ કરો

NCPCR  એ બાળ અધિકારોના સંરક્ષણ માટે સૌથી ઉચ્ચ ઓથોરિટી છે. બાળ અધિકાર આયોગે વેબ સીરીઝના સ્ટ્રીમિંગને રોકવા માટે નેટફ્લિક્સને નોટિસ મોકલીને 24 કલાકની અંદર એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે. આયોગનું કહેવું છે કે આદેશનું પાલન નહીં થાય તો યોગ્ય કાર્યવાહી કરવા માટે અમારે મજબૂર થવું પડશે.

ફરિયાદમાં શું છે

NCPCR એ એક ફરિયાદના આધારે નેટફ્લિક્સને નોટિસ મોકલી છે. આ ફરિયાદમાં આરોપ લગાવાયો હતો કે આ સીરીઝમાં સગીરોને કેઝ્યુઅલ સેક્સ અને માદક પદાર્થોનું સેવન કરતા બતાવાયા છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે સીરીઝમાં બાળકોના કથિત અનુચિત ચિત્રણ પર આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું કે આ પ્રકારનું કન્ટેન્ટ યુવાનોની સાથે સાથે બાળકોના મનને પણ ખરાબ અસર પહોંચાડે છે. આવા ચિત્રણથી બાળકોની સાથે દુર્વ્યવહાર અને શોષણ પણ થઇ શકે છે.

આયોગે પોતાની નોટિસમાં કહ્યું છે કે નેટફ્લિક્સે બાળકો સંબંધી કોઇપણ સામગ્રીને સ્ટ્રીમ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જોઇએ. અમે આ સીરીઝના સ્ટ્રીમિંગને તાત્કાલિક રોકવા માટે અને 24 કલાકની અંદર એક વિસ્તૃત રિપોર્ટ પ્રસ્તુત કરવા માટે આદેશ આપીએ છીએ. જો અમારા આદેશનું પાલન નહીં થાય તો સીપીસીઆર અધિનિયમ, 2005 ની કલમ 14 ની જોગવાઇઓ હેઠળ યોગ્ય કાર્યવાહી કરવા માટે બંધનકર્તા રહેશો.”