Not Set/ ભારતની પહેલાં પાકિસ્તાનમાં લોન્ચ થશે આ કાર, જાણો શું છે તેની ખૂબીઓ 

નવી દિલ્હી: ટોયોટાએ ગત વર્ષે ઈન્ડોનેશિયામાં પોતાની સેકન્ડ જનરેશન ટોયોટા રશ કાર પરથી પરદો ઉઠાવ્યો હતો. કંપની હવે પોતાની આ કારને India ની અગાઉ જ પાકિસ્તાનમાં આ મહિનામાં જ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ત્યાર બાદ તેને લેટિન અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે. જાપાનની કાર નિર્માતા કંપની ઈન્ડોનેશિયામાં આ કારને ઈમ્પોર્ટ કરશે અને તેનો સૌથી […]

Top Stories India Tech & Auto
This car will be launched in India earlier in Pakistan, the features of what is known

નવી દિલ્હી: ટોયોટાએ ગત વર્ષે ઈન્ડોનેશિયામાં પોતાની સેકન્ડ જનરેશન ટોયોટા રશ કાર પરથી પરદો ઉઠાવ્યો હતો. કંપની હવે પોતાની આ કારને India ની અગાઉ જ પાકિસ્તાનમાં આ મહિનામાં જ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ત્યાર બાદ તેને લેટિન અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે. જાપાનની કાર નિર્માતા કંપની ઈન્ડોનેશિયામાં આ કારને ઈમ્પોર્ટ કરશે અને તેનો સૌથી પહેલી બેચ પાકિસ્તાનમાં આગામી સપ્તાહમાં આવી જશે.

રશ ટોયોટાની એફટી (FT) કોન્સેપ્ટનું પ્રોડક્શન વર્જન છે. તેમાં નવી LED હેડલેમ્પ્સ આપવામાં આવી છે, જે તેના કાળા રંગની ગ્રિલમાં લગાવવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ તેમાં સિલ્વર ફિનિશ સ્કિડ પ્લેટ પણ આપી છે. ટોયોટા રશ કારમાં બ્લેક પ્લાસ્ટિક ક્લેડિંગ બોડીના ઉપરાંત તેની રાઈડ હાઈટને પણ વધારવામાં આવી છે.

Toyota rush 1 ભારતની પહેલાં પાકિસ્તાનમાં લોન્ચ થશે આ કાર, જાણો શું છે તેની ખૂબીઓ 

ટોયોટા ઈન્ડોનેશિયા અને બીજા બજારોમાં ટોયોટા રશનું TRD સ્પોર્ટિવો વેરિએન્ટ વેચે છે જે આનું સ્પોર્ટ્સ વેરિએન્ટછે. ટોયોટા રશમાં ફ્રન્ટ બમ્પર, રિઅર ફોકસ ડિફયૂજર અને સ્પેશિયલ ફોગ લેમ્પ્સ કવર્સ આપવામાં આવ્યા છે. જો કે, આ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે, પાકિસ્તાનમાં આ વેરિએન્ટ લોન્ચ કરવામાં આવશે કે નહિ.

ટોયોટા રશના ડેશબોર્ડ પર નવી ડિઝાઈન થીમ આપવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ તેમાં થ્રી સ્પોક મલ્ટી ફંક્શનિંગ સ્ટિયરિંગ વ્હિલ પણ આપવામાં આવ્યું છે. કારમાં વ્હાઈટ અને બ્લ્યૂ બ્લેક લાઈટિંગવાળા ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યા છે.

Toyota rush dashboard11 ભારતની પહેલાં પાકિસ્તાનમાં લોન્ચ થશે આ કાર, જાણો શું છે તેની ખૂબીઓ 

ટોયોટાએ આ કારને પાંચ (5) સીટર અને સાત (7) સીટર ઓપ્શનમાં ઉતારી છે. તેના ઉપરાંત ટોયોટા રશમાં સાત ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે, જે એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ નથી કરતી.

આ કારમાં ક્લાઈમેટ કંટ્રોલ, કીલેસ એન્ટ્રી, પુશ સ્ટાર્ટ બટન, ક્રૂઝ કંટ્રોલ, રિવર્સ કેમેરા વિથ પાર્કિંગ સેન્સર્સ અને 17 ઇંચના એલોય વ્હિલ્સ પણ આપવામાં આવશે.

ટોયોટા રશમાં 1.5 લીટર, 4 સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 6,000 rpm પર 104PS નો પાવર અને 4,200 rpm પર 136 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

આ એન્જિન 5 (પાંચ) મેન્યુઅલ અને 4 (ચાર) સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. ભારતીય બજારમાં ટોયોટા રશને ૨૦૧૯ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.