ગુજરાત/ PM મોદીના આગમન પહેલા ગુજરાતમાં આતંકી હુમલાની ધમકી, પોલીસ એલર્ટ મોડમાં

અલ કાયદાએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં આત્મઘાતી હુમલાની આતંકી સંગઠને ચેતવણી આપી છે.Al Qaeda,Gujarat,Gujarat Police,Prime Minister Narendra Modi,TERRORIST ATTACK

Top Stories Ahmedabad Gujarat
હુમલાની ધમકી
  • આતંકી હુમલાની ધમકીને લઈને પોલીસ એલર્ટ
  • રાજ્ય ભરની પોલીસને આપવામાં આવ્યું એલર્ટ
  • પોલીસવડાએ સઘન ચેકિંગનો આપ્યો આદેશ
  • ગેસ્ટહાઉસ સહિત મહત્વની જગ્યાએ ચેકિંગ
  • રાજસ્થાન સાથે જોડાયેલી સરહદ પર સઘન ચેકિંગ

અલ કાયદા દ્વારા ગુજરાત સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં હુમલાની ધમકી આપવામાં આવી છે. જેને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ગુજરાત પોલીસ વડા દ્વારા રાજ્યના તમામ પોલીસ મથકના સ્ટાફને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે.સાથે જ ગેસ્ટહાઉસ સહિતની મહત્વની જગ્યાએ ચેકિંગ કરવા કહેવામાં આવ્યું છે.ખાસ કરીને રાજ્યની સરહદ વાળા જિલ્લાઓમાં વધુ તકેદારી રાખવાના આદેશ અપાયા છે.

અલ કાયદાએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં આત્મઘાતી હુમલાની આતંકી સંગઠને ચેતવણી આપી છે. અલ કાયદાની બાળકોની મદદથી આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. જેમાં બાળકોના શરીર પર વિસ્ફોટકો બાંધીને હુમલા કરવાની ચેતવણીથી દેશનુ સુરક્ષા તંત્ર હચમચી ગયુ છે. આતંકી સંગઠન અલ કાયદાએ કાયરતાની હદ વટાવીને ગુજરાત, દિલ્હી, મુંબઈ, યુપીમાં હુમલા કરશે તેવુ કહી દીધુ છે. ત્યારે અલકાયદાની ધમકી બાદ ગુજરાતનુ પોલીસ તંત્ર એલર્ટ પર મૂકાયુ છે. તારીખ 10 જૂનના રોજ પીએમ મોદીનો ગુજરાતમાં પ્રવાસના કારણે પોલીસ એલર્ટ પર છે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના પ્રવાસના કારણે પોલીસ એલર્ટ પર છે.

વડાપ્રદાન મોદી 10 જૂનના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં નવસારીજિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામ ખાતે સવારે 10.15 કલાકે ‘સમરસતા સંમેલન’કાર્યક્રમ યોજાશે. ચીખલી તાલુકાના ખુડવેલ ગામે PM મોદીના હસ્તે એકવીસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી બપોરે 12.15 કલાકે એ.એમ.નાઈક હેલ્થ કેર કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પધારી રહેલા PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર કામે લાગ્યું છે. તો PMની સુરક્ષાને લઈ જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મોહંમદ પયગંબર પર ટિપ્પણીના મામલે હવે આતંકી સંગઠન અલ કાયદાએ ધમકી આપી છે. અલ કાયદા ઈન ધ સબકાંટિનેંટ (AQIS) એ પત્ર જાહેર કરીને ભારતને ધમકી આપી છે. પત્રમાં દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. આ પત્ર પર 6 જૂન, 2022 ની તારીખ છે.

આ પણ વાંચો:રિક્ષા ભાડામાં વધારો, હવે 1 કિ.મી. મુસાફરીના ચુકવવા પડશે આટલા રૂપિયા….

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 જૂને મહારાષ્ટ્રની મુલાકાત લેશે, જાણો મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ

આ પણ વાંચો:PM મોદી મુસ્લિમ દેશોની વાત સાંભળે છે,પરંતુ ભારતના મુસ્લિમોની નહીં : અસદુદ્દીન ઓવૈસી