Not Set/ હેમા માલિની તૈયાર છે પોતાની સુપર હીટ ફિલ્મની સિક્વલ કરવા 

મુંબઈ બોલીવુડમાં ડ્રીમ ગર્લ તરીકે જાણીતી અને પીઢ અભિનેત્રી હેમા માલિનીએ પોતાની સુપરહિટ ફિલ્મ ‘સીતા ઔર ગીતા’ અંગે જણાવ્યુ કે, ‘શોલે’ ફેમ રમેશ સિપ્પી ‘સીતા ઔર ગીતા’ની સિક્વલ બનાવવાનુ પ્લાનિંગ કરતા હોય તો મને સિક્વલ કરવાની પણ ઇચ્છા છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 1972માં રમેશ સિપ્પીએ હેમા માલિનીને ડબલ રોલમાં લઈને ‘સીતા ઔર ગીતા’ […]

Uncategorized
yyyy 2 હેમા માલિની તૈયાર છે પોતાની સુપર હીટ ફિલ્મની સિક્વલ કરવા 

મુંબઈ

બોલીવુડમાં ડ્રીમ ગર્લ તરીકે જાણીતી અને પીઢ અભિનેત્રી હેમા માલિનીએ પોતાની સુપરહિટ ફિલ્મ ‘સીતા ઔર ગીતા’ અંગે જણાવ્યુ કે, ‘શોલે’ ફેમ રમેશ સિપ્પી ‘સીતા ઔર ગીતા’ની સિક્વલ બનાવવાનુ પ્લાનિંગ કરતા હોય તો મને સિક્વલ કરવાની પણ ઇચ્છા છે.

આપને જણાવી દઈએ કે, વર્ષ 1972માં રમેશ સિપ્પીહેમા માલિનીને ડબલ રોલમાં લઈને ‘સીતા ઔર ગીતા’ બનાવી હતી, જે એ સમયના સ્ટાન્ડર્ડ પ્રમાણે સુપરહિટ નીવડી હતી. હાલ રમેશ સિપ્પી એની સિક્વલ બનાવવાનુ પ્લાનિંગ કરી રહ્યા હોવાના અહેવાલ હતા.

હેમા માલિનીએ જણાવ્યુ હતું કે, મને સૌથી વધુ ગમતી મારી ફિલ્મોમાં આ ફિલ્મ પણ મોખરે ‘સીતા ઔર ગીતા’ છે.મને ઘણા લોકોએ કહ્યુ કે ‘સીતા ઔર ગીતા’ની સિક્વલ બનાવડાવો અને એમાં તમે પણ ચમકો એવી અમારી ઈચ્છા છે. આ ફિલ્મના મારા ચાહકો આજે પણ હું સિલિંક ફેન પર બેઠી હતી એ દ્રશ્ય ભુલ્યા નથી