Not Set/ આજ ગુલઝારનાં જન્મદિવસે જાણો તેમનાં જીવનની અંગત વાતો

  મશહૂર ગીતકાર ગુલઝાર આજે તેની 84 મોં જન્મદિવસની ઉજવણી કરી રહયા છે. તેમનું વાસ્તવિક નામ સંપૂર્ણ સિંહ કાલરા છે, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તેઓનાં નામથી ખાસ ઓળખ ગુલઝાર તરીકે છે. ‘તુજસે નારાઝ નહીં જિંદગી, હૈરાન હું મેં……..’ ગીત સાંભળીને સૌથી પહેલું મગજમાં ગુલઝારનું નામ આવે છે. ગુલઝરે આવી જ રીતે ઘણા ગીતોથી વિશ્વથી રૂબરૂ કરાવ્યું છે. […]

Top Stories India Entertainment
maxresdefault 3 આજ ગુલઝારનાં જન્મદિવસે જાણો તેમનાં જીવનની અંગત વાતો

 

મશહૂર ગીતકાર ગુલઝાર આજે તેની 84 મોં જન્મદિવસની ઉજવણી કરી રહયા છે. તેમનું વાસ્તવિક નામ સંપૂર્ણ સિંહ કાલરા છે, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તેઓનાં નામથી ખાસ ઓળખ ગુલઝાર તરીકે છે. ‘તુજસે નારાઝ નહીં જિંદગી, હૈરાન હું મેં……..’ ગીત સાંભળીને સૌથી પહેલું મગજમાં ગુલઝારનું નામ આવે છે. ગુલઝરે આવી જ રીતે ઘણા ગીતોથી વિશ્વથી રૂબરૂ કરાવ્યું છે. એક શાયર, લેખક, ગીતકાર, નિર્માતા, નિર્દેશક જેવી અનેક ઓળખ તેમના નામ સાથે જોડાયેલ છે.

ગુલઝારનો જન્મ 18 ઓગસ્ટ, 1934 માં પંજાબનાં જેલમ જિલ્લામાં થયો હતો. સિખ પરિવારમાં જન્મ થયેલા ગુલઝારનું નામ સંપૂર્ણ સિંહ કાલરા હતું. પરંતુ બૉલિવુડમાં તેમણે ગુલઝારનાં નામથી ખાસ ઓળખ મેળવી છે. બાળપણમાં જ માતાનાં અવસાન બાદ ગુલઝારને પિતાનો વધુ પ્રેમ મળ્યો નથી. દેશના હિજરાતનાં સમયે તેમનું કુટુંબ અમૃતસર સ્થાયી થયું હતું અને તે મુંબઈ સ્થાયી થયા હતા. પૈસાની તંગીનાં કારણે ગુલઝારે એક ગેરેજમાં મેકૅનિકનું કામ શરૂ કર્યું હતું. ગુલઝારને બાળપણથી જ લખવાનું શૉક હતો, તેથી ગેરેજમાં ખાલી સમયમાં તેઓ કવિતાઓ લખ્યા કરતા હતા.

1971 માં ગુલઝારે નિર્દેશક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત “મેરે અપને” ફિલ્મથી કરી હતી. આ પહેલા લેખક તરીકે તેમણે આશીર્વાદ, આનંદ, ખામોશી જેવી ફિલ્મો માટે ડોલોગ્સ અને સ્ક્રીપ્ટ લખી હતી. ગુલઝારને ફેમસ અદાકાર રાખી સાથે પ્રેમ થઇ ગયો હતો. તેમનાં લગ્ન 15 વર્ષની ઉંમરે એક બંગાળ ફિલ્મકારાથી થયા હતા. પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી તાકી શક્ય નહોતા અને લગ્ન તૂટી ગયા બાદ બૉલિવુડની એક પાર્ટીમાં મળેલી રાખીને જોતા જ પોતાનાં દિલમાં સમાવી લીધી હતી. બંનેએ 15 મે, 1973 માં લગ્ન કર્યાં લીધ હતા.

બન્નેની એકબીજા સાથેના લડાઇને કારણે ગુલઝાર અને રાખી સાથે વચ્ચે વધુ સમય નહોતા વિતાવી શક્યા અને એક વર્ષ બાદ તેમનાં છુટ્ટા છેડાં થઈ ગયા હતા. લગ્ન બાદ ગુલઝારનાં કહેવા પર રાખીએ ફિલ્મોથી અંતર બનાવી લીધું હતું, પરંતુ છૂટાછેડાં બાદ તેમણે ફરી એકવાર યશ ચોપડાની ફિલ્મ ‘કભી-કભી’ થી તેની કારકિર્દી ફરી શરૂ કરી હતી. છેલ્લા 44 વર્ષથી ગુલઝાર એકલા જ રહે છે. જો કે ગુલઝાર અને રાખીની એક દીકરી પણ છે જેમનું નામ મેઘાના ગુલઝાર છે.