Not Set/ ખેડુતોને રોવડાવે છે ડુંગળી,2 રૂપિયે કિલો ભાવ મળતા રસ્તા પર ફેંકાઇ રહી છે ગરીબોની કસ્તુરી

ભાવનગર, રાજ્યના ખેડૂતોની દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે પહેલાથી જ દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતોને હવે તેમના પાકના યોગ્ય ભાવ પણ મળતા નથી, ભાવનગરમાં ડુંગળીનું મબલક ઉત્પાદન થયું છે, પરંતુ યાર્ડમાં ડુંગળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યાં છે, એક રૂપિયાથી લઈને બે રૂપિયે કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરવાનો વારો આવ્યો છે, અહીના યાર્ડમાં માત્ર 2 રૂપિયે કિલોના […]

Gujarat Others
hp 6 ખેડુતોને રોવડાવે છે ડુંગળી,2 રૂપિયે કિલો ભાવ મળતા રસ્તા પર ફેંકાઇ રહી છે ગરીબોની કસ્તુરી

ભાવનગર,

રાજ્યના ખેડૂતોની દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે પહેલાથી જ દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતોને હવે તેમના પાકના યોગ્ય ભાવ પણ મળતા નથી, ભાવનગરમાં ડુંગળીનું મબલક ઉત્પાદન થયું છે, પરંતુ યાર્ડમાં ડુંગળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યાં છે, એક રૂપિયાથી લઈને બે રૂપિયે કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરવાનો વારો આવ્યો છે, અહીના યાર્ડમાં માત્ર 2 રૂપિયે કિલોના ભાવથી વેપારીઓને માલ આપી દેવાનો વારો આવ્યો છે.

ભાવનગરમાં 20થી 30 હજાર હેક્ટરમાં ડુંગળીનું ઉત્પાદન થયું છે.જોવાની વાત એ છે કે આટલું મતલખ ઉત્પાદન થયા પછી પણ અહીંના ખેડુતોને 2 રૂપિયે કિલો ડુંગળી વેચવાનો વારો આવ્યો છે.

જોવાની વાત એ હતી કે રાજ્ય સરકારે ડુંગળીના ભાવ પ્રતિ કિલો લઘુત્તમ 1 રૂપિયો આપવો જોઇએ તેવી જાહેરાત કર્યા પછી પણ તેટલા ભાવો નથી મળતા.

ખેડૂતો 2 રૂપિયે કિલો ડુંગળી વેચી રહ્યાં છે પરંતુ દલાલો અને વચેટિયાઓ પાસેથી જ્યારે તે જ ડુંગળી માર્કેટમાં જાય ત્યારે તેનો ભાવ 12 રૂપિયા સુધી પહોંચી જાય છે, જો કે અહી સવાલ એ છે કે ખેડૂતો આટલી મહેનત કરીને ડુંગળી પકવે છે પરંતુ તેના યોગ્ય ભાવ કેમ નથી મળતા.

ખેડુતોનું કહેવું છે કે તેમને પ્રતિ 20 કિલોનું પ્રોડક્ષન ખર્ચ જ 200 રૂપિયા જેટલું પડે છે.એ ઉપરાંત ખેતરથી ડુંગળી લઇને માર્કેટ યાર્ડ સુધી લાવવાનો ખર્ચ જુદો.આમ તેમને જે ભાવે ડુંગળી પડે છે તેની સામે માર્કેટ યાર્ડના વેપારીઓ ખેડુતોને 200 રૂપિયા સુધી ખરીદવાની ઓફર કરે છે.આમ જે ભાવે ઉત્પાદન ખર્ચ પડે તે ભાવે જ ડુંગળી વેચાતી હોવાથી ખેડુતોને કોઇ ફાયદો નથી.

એક ખેડુતના કહેવા પ્રમાણે ડુંગળીના બારદાનનો ખર્ચ,ટેમ્પાનો ખર્ચ કે પછી માર્કેટ યાર્ડમાં ડુંગળી ઉતારવાનો મજુરી ખર્ચ જેટલો થાય છે ઘણીવાર તેટલા ભાવ પણ નથી મળતા.

આ જ કારણોસર માર્કેટમાં યોગ્ય ભાવ ના મળવાથી ખેડુતો ડુંગળી રસ્તામાં ફેંકી દેતા હોય છે.